IT Seminar for Schools



Income Tax Seminar For Schools

સુરત જિલ્લાની જે અનુદાનિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓના સને ૨૦૦૮-૦૯ થી  ૨૦૧૧-૧૨ સુધી કચેરીના પગાર શાખા દ્વારા પગારમાંથી ઇન્કમટેક્ષ કપાત કરવામાં આવેલ હતી. તેઓને ઇન્કમટેક્ષ કચેરી દ્વારા નોટીસો આપવામાં આવેલ છે. તેવી અનુદાનિત માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાઓને ઇન્કમટેક્ષ બાબતે માર્ગદર્શન તથા પ્રશ્નોના આપ-લે માટે ઇન્કમટેક્ષ કચેરી દ્વારા તા: ૨૮-૦૬-૨૦૧૯ન રોજ આર.ડી.ઘાયેલ જીવનભારતી વિદ્યાલય, નાનપુરા, સુરત ખાતે બે તબક્કામાં એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ અગાઉના સેમિનારની તા: ૦૯-૦૨-૨૦૧૭ના રોજ જણાવ્યા મુજબ શાળા દ્વારા કચેરીમાં આપેલ માહિતીની શાળાકોપીની ફાઈલ જેમાં ઉપરોક્ત સમયગાળા દરમ્યાનની પગારબીલની કોપી, કર્મચારીઓના PAN No, શાળાનો TAN No., આધારો સાથે કર્મચારીઓના ઇન્કમટેક્ષ કપાત કરેલ પત્રકોમાં તૈયાર કરેલ ફાઈલ તથા આપણી શાળાને કર્મચારીઓના ઇન્કમટેક્ષ કચેરી દ્વારા આપેલ નોટીસો લઇ આ સેમિનારમાં શાળાના આચાર્યશ્રી તથા ઇન્કમટેક્ષના જાણકાર એક કર્મચારી/ક્લાર્કે એમ શાળા દીઠ કુલ ૦૨ કર્મચારીઓએ હાજર રહેવા જણાવવામાં આવે છે.
આ બાબતનો જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર : ડાઉનલોડ કરો
શિક્ષક મિત્રો માટેના વિશિષ્ટ ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો

કેતન પટેલ : ૯૮૭૯૩૯૩૯૭૨