બોર્ડ
પરીક્ષાર્થી જાતે પસંદ કરશે કેન્દ્ર
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચ માધ્યમિક બોર્ડની
આજે સામાન્ય બેઠક
મળી હતી, જેમાં એક
મહત્વનો નિર્ણય લેવામાં
આવ્યો છે. હવેથી
ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ
પોતાની પસંદગીનું પરીક્ષા
કેન્દ્ર પસંદ કરી
શકશે. બોર્ડ દ્વારા
લેવામાં આવેલા આ
નિર્ણયથી હોસ્ટલમાં રહેતા
વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેઓ
પોતાના વતનમાં પરીક્ષા
આપી શકશે.
સામાન્ય બેઠકમાં અન્ય
એક નિર્ણય એ
પણ લેવાયો છેકે
બોર્ડ દ્વારા શાળાઓને
નોંધણી પ્રમાણપત્ર આપવામાં
આવશે, (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે) આ નિર્ણયથી
માન્યતા વગરની શાળાઓનું
દૂષણ દૂર કરી
શકાશે. કેટલીક શાળાઓ
દ્વારા એસએસીના પરિણામ
પહેલા જ પ્રવેશ
પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને ઉચ્ચ માધ્યમિકમાં પ્રવેસ
આપતી હોય છે, આવી પ્રવૃત્તિ
અટકાવા માટે એસસસીના
પરિણામ બાદ જ
પ્રવેશ પ્રક્રિયા હાથ
ધરવામાં આવે તેવી
નીતિ અપનાવવા અંગે
વિચારણા કરવામાં આવી
રહી છે.
શૈક્ષણિક અપડેટ્સ, પરિપત્રો માટે
અમારા વોટ્સએપ ગૃપમાં જોડાવા સંપર્ક કરો
કેતનસર : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨