Domicile Certificate




ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓને નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ: નીતિન પટેલ

·        રાજ્યના 10 હજાર વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગને ફાયદો થવાનો સરકારનો દાવો
·        ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓએ જ ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવું પડશે
મેડિકલ શિક્ષણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેમાં NEET આધારિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈને ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ અને 10-12 ધોરણનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોય તેમને મુક્તિ આપી હતી. સાથે જ જેમના માતા-પિતા ગુજરાતમાં રહે છે પરંતુ તેમનો જન્મ બહાર થયો છે તેવા વિદ્યાર્થીઓને જ ડોમિસાઈલની જરૂર પડશે તેવું જણાવ્યું હતું.
ડોમિસાઈલ સર્ટિફિકેટ મામલે મહત્વનો નિર્ણય
મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને નેચરોપથીમાં પ્રવેશ માટે ડોમિસાઈલ મેળવવું નહીં પડે. (આ માહિતી કેતનસરની વેબસાઇટ પરથી લેવામાં આવી છે) પરંતુ જેમનો જન્મ ગુજરાત બહાર થયો હોય તેમને ડોમિસાઈલ પૂરવાર કરવું પડશે અને તે માટે સર્ટિફિકેટ લેવું પડશે. આ વર્ષે પ્રવેશ માટે 10 હજાર પૈકી 8 હજાર વિદ્યાર્થીઓને તેને લાભ મળશે અને સર્ટિફિકેટમાંથી મુક્તિ મળશે.

કેન્દ્ર શાસિત પ્રદેશને મેડિકલ કોલેજ
કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીને 150 સીટોની મેડિકલ કોલેજ મંજૂર કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં કેન્દ્રશાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી અને તેમને મેડિકલમાં આપણે પ્રવેશ આપતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજ ફાળવતા અમે કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલને વિનંતી કરતા તેમણે મેડિકલ કોલેજમાં ગુજરાત માટે સેલવાસમાં 10 સીટોનો ક્વોટા રિઝર્વ રાખ્યો છે. Source