વાહનોના વીમા
મોંઘા
ઈરડાઈઈ કેટલીક કેટેગરીના વાહનો માટે મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો
દર ૨૧ ટકા સુધી વધારી દેતાં હવે કાર અને ટુ વ્હીલર વીમો મોંઘો બનશે. આ વખતે
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે નવા દરો ૧૬ જુન થી અમલી બનશે. સામાન્ય પણે, ફરજીયાત
ટીપી ઇન્શ્યોરન્સ કવર રેટ્સ પહેલી એપ્રિલથી સુધારવામાં આવે છે. એક આદેશમાં ઈરડાઈએ જણાવ્યું
હતું કે નાની કરો (૧,૦૦૦ સીસી) માટે ટીપી ઇન્શ્યોરન્સ રૂ. ૨૦૭૨ અથવા હાલના રૂ.૧૮૫૦
થી ૧૨ ટકા વધુ થશે. ૧,૦૦૦ સીસી થી ૧૫૦૦ સીસી ની એન્જીન ધરાવતી કાર માટે વીમા
પ્રીમિયમ ની રકમ ૧૨.૫% વધારીને રૂ. ૩૨૨૧ કરી છે.
જો કે કાર (૧,૫૦૦ સીસીથી વધુ) માટે ટીપી પ્રીમિયમ રકમ રૂ.
૭૮૯૦ જાળવી રાખી છે. ન્યુ મોટર થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ કવર ટૂ
વ્હીલર્સ (૭૫ સીસી) માટે ૧૨.૮૮% વધુ એટલે કે રૂ. ૪૮૨ રહેશે. જયારે ૭૫-૧૦૦ સીસીની
એન્જીન ક્ષમતા માટે તે રકમ રૂ. ૭૫૨ રહેશે.
સૌજન્ય: નવગુજરાત સમાચાર