ધો. ૧૨ Sci માર્ચ ૨૦૧૯ અવલોકન પરિણામ
૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯, ઉ.મા. પ્ર. પરીક્ષા ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા
સેમેસ્ટરનું પરિણામ તા: ૦૯-૦૫-૨૦૧૯ ના રોજ જાહેર કરવામાં આવેલ, પરિણામ બાદ નિયત
સમયમર્યાદામાં મળેલ ગુણ ચકાસણી તથા અવલોકનની અરજી અન્વયે ગુણમાં ફેરફાર થયેલ હોય
તેવા બેઠક નંબરની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. અવલોકન તથા ગુણ ચકાસણી ચેઈન્જ/નો
ચેઈન્જના જવાબો તેમજ ગુજકેટ સહીતની OMR ની નકલ વેરીફીકેશન રીપોર્ટ સાથે પોસ્ટ દ્વારા સંબંધિત શાળાઓને મોકલી આપવામાં
આવેલ છે. તો ઉમેદવારોએ શાળામાંથી મેળવી લેવાની રહેશે. વધુમાં જણાવવાનું કે અવલોકન
તથા ગુણ ચકાસણી માં થયેલ ફેરફારને કારણે જુલાઈ ૨૦૧૯ માં બેસવાની પાત્રતા ધરાવતા
ઉમેદવારોની પ્રવેશિકા સંબધિત શાળાને મોકલી આપવામાં આવશે. પરીક્ષા આપવા ઇચ્છતા
ઉમેદવારોએ નિયત ફી ભરી શાળામાંથી પ્રવેશિકા મેળવી લેવાની રહેશે. ગુજકેટના અન્ય
બોર્ડના ઉમેદવારોની OMRની ઝેરોક્ષ તથા વેરીફીકેશન રીપોર્ટ સંબંધિત ઉમેદવારોના રહેઠાણના સરનામે ટપાલથી
મોકલી આપવામાં આવેલ છે. સુધારો થતો હોય તેવા કિસ્સામાં નવી માર્કશીટ શાળામાં
પહોંચતી કરવામાં આવશે.
આ બાબતનો
ઓફિસીયલ પરિપત્ર અને ગુણ સુધારાનું પરિણામ : ડાઉનલોડ કરો
જુલાઈ ૨૦૧૯ ની
હોલ ટીકીટ બાબતનો પરિપત્ર: જોવા માટે ક્લિક કરો