July 2019 Hall Ticket



જુલાઈ ૨૦૧૯ હોલ ટીકીટ
 
ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે જુલાઈ (પુરક) – ૨૦૧૯માં ધો. ૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર પદ્ધતિના ઉમેદવારો અને ધો. ધો. ૧૨ (HSC) સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના જુલાઈની (પુરક) પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની હોલ ટીકીટનું વિતરણ તા: ૦૬-૦૭-૨૦૧૯ ના રોજ સવારે ૧૧ કલાક થી ૧૬ કલાક દરમ્યાન જે તે જીલ્લાના વિતરણ કેન્દ્રો ખાતેથી વીરતાન કરવામાં આવનાર છે. જેની વાલીઓ/વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
નોંધ: (૧) જે વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવેલા હતા અને રાજ્ય કક્ષાની પરીક્ષા સમિતિના નિર્ણયના આધારે તે જુલાઈ-૨૦૧૯ની પરીક્ષામાં ઉપસ્થિત થવાની પાત્રતા ધરાવતા હોય તેઓની હોલ ટીકીટ શાળાના આચાર્ય મારફતે રૂબરૂમાં બોર્ડની કચેરીમાંથી મેલવી લેવી, જેમની પરીક્ષા ફી શાળાએ એકત્ર કરી બોર્ડમાં દિન-૧૦માં જમા કરાવવાની રહેશે.
નોંધ: (૨) ગુણ ચકાસણી દરમ્યાન જુલાઈને પત્ર થતાં ઉમેદવારોની હોલ ટીકીટ આ સાથે મોકલી આપવામાં આવે છે. જેની શાળાએ વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે. જેમની પરીક્ષા ફી શાળાએ એકત્ર કરી બોર્ડમાં દિન-૧૦માં જમા કરાવવાની રહેશે.
પરિપત્ર કરનાર: નાયબ નિયામકશ્રી
કચેરી: ગુ. મા. અને ઉ. મા. શિ.બોર્ડ, ગાંધીનગર
ઓફિસીઅલ પરિપત્ર અને વિતરણ કેન્દ્રોની યાદી : ડાઉનલોડ કરો