Govt Employee FIR




સરકારી કર્મચારી વિરુદ્ધ કેસ/એફ.આઈ.આર.

રાજ્ય સરકારની સેવા સ્વીકારી વૃદ્ધ થયેલ જાહેર સેવકો દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ જે તે કાયદાની જોગવાઈઓને મર્યાદામાં રહી પોતાની ફરજના ભાગરૂપે જ્યારે પણ સરકાર પક્ષે સરકારશ્રીના હિતને ધ્યાને લઈ કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, ત્યારે આવી કામગીરી થી નારાજ થઈ સંબંધિત વ્યક્તિ દ્વારા અમુક સમયે આવા રાજ્યસેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ચાર્જશીટ તથા ફાઇનલ રિપોર્ટ રજૂ થાય છે, ત્યારે રાજ્ય સેવકો સામે એફઆઈઆર નોંધવા ની સાથે જ તેની સંપૂર્ણ માહિતી વર્તમાનપત્રોમાં આવે છે, જેના કારણે તેમના મનોબળ પર પ્રતિકૂળ અસર પડે છે, અને સરકારશ્રીની છબી ખરડાય છે તેના ફળ સ્વરૂપે આવા રાજ્યસેવકો તેમની ફરજ પ્રત્યે ઉદાસીનતા સેવે છે અને નિષ્પક્ષ પણે કાર્યવાહી હાથ ધરવામાં નિરુત્સાહ બને છે. આવા બનાવો બનતા અટકાવવા અને તેનો હકારાત્મક ઉકેલ આવે તે જોવા સરકારશ્રી કટિબદ્ધ છે.
ઉક્ત વિગતો ધ્યાને લેતા, સરકારશ્રીની પુખ્ત વિચારણાના અંતે રાજ્યનો સરકારી જાહેર હોદ્દો ધરાવનાર જાહેર સેવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાના કેસોમાં સંબંધિત સર્વેને નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે. જ્યારે પણ સરકારી જાહેર હોદ્દો ધરાવનાર સરકારી અમલદાર દ્વારા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવે અને આવા વ્યક્તિ દ્વારા સંબંધિત પોલીસનો સંપર્ક સાધી સરકારી અમલદાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવાનો આગ્રહ રાખવામાં આવે ત્યારે પોલીસે તુરંત જ એફઆઇઆર નોંધવી નહીં પરંતુ જે તે કેસ ની સંપૂર્ણ વિગતોની પૂરતી ચકાસણી કર્યા બાદ જ કાયદાનુસારના યોગ્ય પગલાં લેવાના રહેશે.
આ બાબતનો રાજ્યપાલશ્રીના હુકમથી ગૃહ વિભાગનો પરિપત્ર અહી ક્લિકકરો