સામાન્ય
જીવનને અસર
કરતા કુલ
11
નિયમો બદલાશે
1 લી ઑક્ટોબર, ૨૦૧૯થી દેશમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવનાર છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે. ઑક્ટોબરમાં આવા ઘણા નાણાકીય પરિવર્તન થવાના છે, જેની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. બૅન્કિંગ, પરિવહન અને જીએસટી માટે, બૅન્ક અને સરકારે જૂના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જે 1 ઑક્ટોબર, 2019થી અમલમાં આવશે. જાણો, શું બદલાઇ રહ્યું છે.
(1) ATM માંથી
રોકડ ઉપાડના
નિયમમાં આ
ફેરફાર: એસબીઆઈનો એટીએમ ચાર્જ પણ બદલાશે. હવે બૅન્કના ગ્રાહકો મેટ્રો શહેરોના એસબીઆઇ એટીએમથી વધુમાં વધુ 10 મફત ડૅબિટ ટ્રાન્ઝેક્શન કરી શકશે. હાલમાં આ મર્યાદા 6 વ્યવહારોની છે.
(2) અનેક
ચીજો પર
ઓછો થયો
જીએસટી: જીએસટી કાઉન્સિલની 37 મી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલ ઉદ્યોગને સૌથી મોટી રાહત મળી છે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) હવે 1000 રૂપિયા સુધીના ભાડા પર કોઈ ટૅક્સ લાગશે નહીં. 7500 રુપિયા સુધીના ટેરિફવાળા રૂમના ભાડા પર ફક્ત 12 ટકા જીએસટી ચૂકવવો પડશે.
(3) એસબીઆઈ
આ વસ્તુઓ
મફતમાં આપશે: પ્રથમ સૌથી મોટો ફેરફાર માસિક સરેરાશ બેલેન્સ વિશે છે. જો એસબીઆઈના બૅન્ક ખાતામાં માસિક સરેરાશ બેલેન્સ જાળવવામાં નહીં આવે તો ચાર્જ ચુકવવો પડશે. હવે જો તમારું બૅન્ક ખાતું મેટ્રો શહેર અને શહેરી વિસ્તારની શાખામાં છે, તો તમારે એકાઉન્ટમાં સરેરાશ માસિક બેલેન્સ રૂ. 5,000 અને 3000 રાખવું પડશે.
(4) ઓબીસીને રેપો રેટ લિંક્ટેડ રિટેલ લોન 8.35% પર મળશે: ઓરિએન્ટલ બૅન્ક ઑફ કોમર્સ (ઓબીસી) એ રેપો રેટ સાથે જોડાયેલા નવા રિટેલ અને એમએસઈ લૉન ઉત્પાદનો લૉન્ચ કર્યા છે. એમએસઈ અને રિટેલ લૉન હેઠળ તમામ નવી ફ્લોટિંગ રેટ લૉન અને છૂટક લૉન વ્યાજ દર પર મળશે.
(4) ઓબીસીને રેપો રેટ લિંક્ટેડ રિટેલ લોન 8.35% પર મળશે: ઓરિએન્ટલ બૅન્ક ઑફ કોમર્સ (ઓબીસી) એ રેપો રેટ સાથે જોડાયેલા નવા રિટેલ અને એમએસઈ લૉન ઉત્પાદનો લૉન્ચ કર્યા છે. એમએસઈ અને રિટેલ લૉન હેઠળ તમામ નવી ફ્લોટિંગ રેટ લૉન અને છૂટક લૉન વ્યાજ દર પર મળશે.
(5) પેટ્રોલ-ડીઝલ
ખરીદવા પર
0.75%
કૅશબેક મળશે
નહીં: હવે તમને એસબીઆઇ ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર 0.75% કૅશબેક મળશે નહીં. એસબીઆઇ ક્રેડિટ કાર્ડ દ્વારા તેના ગ્રાહકોને સંદેશ મોકલવામાં આવ્યો છે કે તે 1 ઑક્ટોબરથી તેને બંધ કરશે.
(6) ડ્રાઇવિંગ
લાઇસન્સનો નિયમ
બદલાશે: ૦૧ ઓક્ટોબરથી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવું પડશે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) ખરેખર, વાહનના નોંધણી પ્રમાણપત્ર (RC) સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ કાયદેસર રીતે આવશ્યક છે.
(7) કોર્પોરેટ
ટૅક્સમાં ઘટાડો: નાણાંપ્રધાનની જાહેરાત મુજબ 1 ઑક્ટોબર પછી સ્થાપિત મેન્યુફૈક્ટરિંગ કંપનીઓને 15 ટકા ટૅક્સ ભરવાનો વિકલ્પ મળશે.
(8) પૅન્શન
નીતિમાં પરિવર્તન: જો કોઈ કર્મચારીની સર્વિસને 7 વર્ષ પૂર્ણ થયા છે અને તે મૃત્યુ પામે છે, તો તેના પરિવારને પેન્શનમાં વધારોનો લાભ મળશે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) આજની સ્થિતિમાં છેલ્લા પગારના 50 ટકા મુજબ પેન્શન આપવામાં આવતું હતું. પરંતુ હવે 7 વર્ષથી ઓછા સમયની સર્વિસમાં કર્મચારીના મૃત્યુ પછી પેન્શન મળશે.
(9) આ
બાબતો પર
જીએસટી વધ્યો: રેલવેની સવારી અને વેગન પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરાયો છે.
(10) પ્લાસ્ટિક
પ્રતિબંધ: 2 ઑક્ટોબરે મોદી સરકાર પ્લાસ્ટિકથી બનેલા 6 ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ સંબંધિત એક અભિયાન શરૂ કરશે. ભારતમાં વધતા પ્રદૂષણને દૂર કરવા સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારના આ પગલાથી સામાન્ય લોકો માટે ઘણા નવા વ્યવસાય વિકલ્પો ખુલશે.
(11) ભંડોળ
વિરુદ્ધ શેર
ટ્રાન્સફર પર
પ્રતિબંધ: સેબીએ ભંડોળ સામે શેર ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂક્યો છે જે ૦૧ ઓક્ટોબરથી લાગુ થશે. સોર્સ