NEET Exam Dates



નીટની તારીખો જાહેર

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પી.જી. નીટના આધારે પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. આગામી વર્ષમાં થનારી પી.જી. મેડિકલ-ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા માટે પી.જી. નીટની જાહેરાત કરી દેવામાં આવી છે. મેડિકલ અને ડેન્ટલ માટે અલગ અલગ સમયે નીટ લેવામાં આવશે. મેડિકલ માટે તા ૫મી જાન્યુ. અને ડેન્ટલ માટે તા: ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ આ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે.
નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દ્વારા સમગ્ર દેશમાં એક સાથે પી.જી. નીટ લેવામાં આવશે. પ્રક્રિયા શરુ થાય તે પહેલાં નીટની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે પ્રમાણે નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન એ તાજેતરમાં સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં હાલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એટલે કે એમ.ડી.-એમ.એસ. સહિતની જુદી જુદી બ્રાન્ચો માટે તા: ૫મી જાન્યુઆરીએ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ લેવાશે. હાલમાં રાજ્યમાં પી.જી. મેડીકલની ૧૮૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે કરાયેલી પ્રવેશ પ્રક્રિયાના અંતે નોન ક્લિનીકલ ગણાતી બ્રાન્ચોની ૨૫૦ થી વધારે બેઠકો ખાલી પડી હતી.
આજ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલ એટલે કે એમ.ડી.એસ.માં પ્રવેશ માટે તા: ૨૦મી ડિસેમ્બર ૨૦૧૯ એટલે કે ચાલુ વર્ષના અંતમાં નીટ લેવાશે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં પી.જી. ડેન્ટલમાં પણ જુદી જુદી કોલેજોની ૨૩૬ જેટલી બેઠકો ખાલી પડી હતી. પ્રવેશ સમિતિના સુત્રો કહે છે નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દ્વારા નીટના સ્કોરના આધારે મેરીટ લીસ્ટ પ્રવેશ સમિતિને સુપરત કરવામાં આવે છે. આ મેરીટ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. 
સરકાર દ્વારા પ્રકાશિત 12 Sci.ના તમામ વિષયોની બ્લુપ્રિન્ટ, પેપર સ્ટાઈલ, નમૂનાના પ્રશ્નપત્રો માટે નીચેના ફોટો પર ક્લિક કરો
======================================================
 ટ્રાફિકના નિયમોમાં મળેલ છૂટ માટે નીચેના ફોટો પર ક્લિક કરો