આ
તારીખ સુધી
ટ્રાફિકના નવા
નિયમોમાંથી છૂટ
ગુજરાતીઓ
માટે હાલ એક
ખુશીના સમાચાર મળી
રહ્યા છે. નવા
ટ્રાફિકના નિયમોને લઇને
થયેલા હોબાળો અને
ભારે વિરોધ વંટોળ
બાદ આરસી ફળદૂએ
અમદાવાદીઓ સહિત રાજ્યમાં
નવા ટ્રાફિક નિયમોમાંથી
છૂટ આપવામાં આવી
છે. રાજ્યમાં નવા
ટ્રાફિક વ્હીકલ એક્ટને
લઇને ભારે વિરોધ
જોવા મળી રહ્યો
છે. કેન્દ્ર સરકારે
આખા દેશમાં નવો
નિયમ બહાર પાડ્યા
બાદ અમુક ભાજપ
શાસિત રાજ્યોએ તેમાં
છૂટછાટ આપી છે.
ગુજરાતમાં
નવા ટ્રાફિક વ્હીકલ
એક્ટને લઇને ભારે
વિરોધ જોવા મળ્યો
હતો. જેના કારણે
આજે વાહન વ્યવહાર
મંત્રી આરસી ફળદૂએ
આજે એક પત્રકાર
પરિષદ કરીને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા
હતા. નવા મોટર
વ્હિકલ એક્ટને લઇને
બીજા 15 દિવસ (15 ઓક્ટોબર) સુધી
પીયૂસી, હેલ્મેટ અને વાહનોના
વીમામાં 15 ઓક્ટોબર સુધી
એટલે કે 15 દિવસની મુદ્દત
લંબાવાઇ છે.
ગુજરાત
સરકારની કેબિનેટની બેઠકમાં
આજે આ નિર્ણય
લેવામાં આવ્યો છે.
લોકોને હેલમેટ ખરીદવામાં
અને પીયુસી કાઢવામાં
પડતી અગવડતાની ફરિયાદો
સરકારને મળ્યા બાદ
આ અંગે ચર્ચા-વિચારણા કરીને
આ નિર્ણય કરાયો
છે.
નવા
900 પીયૂસી સેન્ટરો ખોલવામાં
આવશે. હેલ્મેટ, પીયુસી અને
લાયસન્સને લઇને 15 દિવસની મુદ્દત
લંબાવાઇ છે. મંત્રીએ
જણાવ્યું કે, 10 દિવસમાં પીયૂસી
સેન્ટરો ખોલવામાં આવશે.
હાલ રાજ્ય સરકારે
ટેન્ટર પ્રક્રિયા શરૂ
કરી દીધી છે.
પરંતુ અમદાવાદીઓ ખાસ
વાંચે નવા નિયમોનો
દંડ નહીં ભરવો
પડે, પરંતુ 15 ઓક્ટોબર સુધી હેલમેટ
ન પહેરનાર અને
પીયુસી ન ધરાવનાર
વાહન ચાલકોને જૂના
નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ
ભરવો પડશે.
વાહન
વ્યવહાર
મંત્રી
આરસી
ફળદૂની
મહત્વપૂર્ણ
જાહેરાતો:
·
900 પીયૂસી
સેન્ટરો
ખોલવામાં
આવશે
·
હેલ્મેટ
નહીં પહેરવા
પર 15 ઓક્ટોબર
સુધી કોઇ
દંડ નહીં
થાય
·
પીયૂસી
માટેની સમય
મયાદામાં
15 ઓક્ટોબર
સુધી લંબાવાઇ
·
નવા
ટી વ્હિલર
સાથે ISI માર્કાવાળું
હેલ્મેટ
ફીમાં આપવામાં
આવશે
·
પીયૂસી, લાયસન્સ
અને વીમામાં
15 ઓક્ટોબર
સુધી સમય
મર્યાદા
વધારાઇ
·
વાહનની
કિંમતમાં હેલ્મેટનો
ચાર્જ ન
લગાવે તેવી
જોગવાઇ
·
સરકારી
અધિકારીઓએ
પણ નિયમનું
પાલન કરવું
પડશે Read Source
ઈ-સ્ટેમ્પિંગના નવા કાયદા વિષે જાણવા ફોટો પર ક્લિક/ટચ કરો