Digital Gandhiji



હવે ગાંધીજી ડિજિટલ થશે ! ?
નવાઈ પામતાં, હવે ગાંધીજી પણ ડિજિટલ થઈ રહ્યા છે અર્થાત્ ગાંધીજી તો આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ તેની યાદો સમા પુસ્તકો ગાંધી બાપુની ગરજ સારે છે. ભારતમાં વિવિધ જગ્યાએ સચવાયેલા ગાંધી સ્મૃતિ સ્થાનોની લાઇબ્રેરીમાં ગાંધીજીના અનેક પુસ્તકો આવેલા છે. કયું પુસ્તક કઇ સાઇટ પર આવેલું છે તે હવે એક ડિજિટલ પ્લેટફોર્મથી જાણી શકાશે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ ટ્રસ્ટના વડપણ હેઠળ 39 કોર સાઇટની લાઇબ્રેરીના પુસ્તકોનું કેટલોગ ડિજિટલ પ્લેટફોર્મ આવી રહ્યું છે.
·        3 મહિનામાં મદુરાઇ અને ચેન્નાઇની કોર સાઇટની લાઇબ્રેરી ડિજિટલ થશે
·        પ્રથમ ફેઝમાં 5 સાઇટને ડિજિટલ કરવાનું કામ થશે
·        ભવિષ્યમાં 39 કોર સાઇટની લાઇબ્રેરી ડિજિટલ થશે
મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ વિભાગ દ્વારા 39 કોર સાઇટને ગાંધીજીની હેરીટેજ તરીકે આઇડેન્ટીફાય કરવામાં આવી છે. (વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ)  તમામ સાઇટ પર ગાંધીજીને લગતા અને અનેક પુસ્તકો છે. તમામ પુસ્તકોના લિસ્ટ ઓનલાઇન નથી. જેના કાણે કયું પુસ્તક કઇ સાઇટ પર છે તેને શોધવા મેન્યુઅલી મહેનત કરવી પડતી હતી. હવે તમામ લાઇબ્રેરીના ડિજિટલ કેટલોગ તૈયાર કરવામાં આવશે.
અત્યાર સુધી શું થતું હતું?
ગાંધીજીને લગતું ક્યું પુસ્તક કઇ સાઇટની લાઇબ્રેરીમાં છે. તેનો ખ્યાલ આવતો નથી. જેના કારણે ગાંધી વિશે વાંચવા માંગતા લોકો, રિસર્ચર કે અન્ય કોઇ હેતુથી ગાંધીજીના કોઇ પુસ્તક કઇ સાઇટ પર છે તે જાણવા માટે કાંતો જે તે લાઇબ્રેરીમાં ફોન કરવો પડે છે અથવા -મેઇલથી જાણકારી મેળવી પડે છે.
દેશમાં ક્યું પુસ્તક ક્યાં છે તે જાણી શકાશે
તમામ કોર સાઇટની લાઇબ્રેરીના ડિજિટલ કેટલોગ બનાવવાનું કામ સાબરમતી આશ્રમ ટ્રસ્ટના વડપણ હેઠળ ચાલી રહ્યું છે(વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) જેનાં કારણે દુનિયાના કોઇ પણ ખુંણેથી ગાંધીજીનું કયું પુસ્તક ક્યાં પડ્યું છે. તે જાણી શકાશે. તમામ પુસ્તકોનું લિસ્ટ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયામાં મુકવામાં આવશે. જેથી ગાંધીજીની સાઇટના પુસ્તકોનું લિસ્ટ જોઇ શકાશે.
સાઇટ ટુંક સમયમાં ડિજિટલ થશે
સાબરમતી આશ્રમ દ્વારા કલ્ચર મિનિસ્ટ્રીને કોર સાઇટની તમામ લાઇબ્રેરીઓને ડિજિટલ કરવાં માટે પ્રપોઝલ મોકલી હતી. જેને મિનિસ્ટ્રી દ્વારા સ્વીકારવામાં આવી હતી(વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ) જેને પગલે પહેલા ફેઝમાં હરિજન સેવક સંઘ-દિલ્હી, ગાંધી સ્મૃતિ- ભાવનગર(ગુજરાત), મણિભુવન- મુંબઇ(મહારાષ્ટ્રા), ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ- મદુરાઇ અને હિન્દી પ્રચાર સભા- ચેન્નાઇ(તમિલનાડુ)ની લાઇબ્રેરીના ડિજિટલ કેટલોગ તૈયાર કરવામાં આવશે. જેમાં ચેન્નાઇ અને મદુરાઇની બન્ને લાઇબ્રેરીઓ 3 મહિનામાં ડિજિટલ કેટલોગ તૈયાર થઇ જશે.
ક્યાં કેટલા પુસ્તકો છે?
હરિજન સેવક સંઘ-દિલ્હી 10 હજાર અંદાજીત,
ગાંધી સ્મૃતિ- ભાવનગર(ગુજરાત) - 50 હજાર અંદાજીત
મણિભુવન- મુંબઇ(મહારાષ્ટ્ર)- 50 હજાર અંદાજીત
ગાંધી મેમોરિઅલ મ્યુઝિયમ- મદુરાઇ- 30 હજાર અંદાજીત
હિન્દી પ્રચાર સભા- ચેન્નાઇ(તમિલનાડુ)- 50 હજાર અંદાજીત
મોટા વર્ગ સુધી પહોંચવા માટે
'ગાંધીયન ઇન્સ્ટીટ્યુટની તમામ લાઇબ્રેરીના કેટલોગને ડિજિટલ પ્લેટફોર્મ પર મુકવાથી આખું વિશ્વ ગમે ત્યાંથી તેને એક્સેસ કરી શકાશે. ઘણી લાઇબ્રેરી ખૂબ રિચ છે એટલે જો તે ડિજિટલ પર આવે તો બધાંને સળતા રહેશે. ઇન્ફરમેશન માટે ફિઝિટલ બેરીયર આવતું હતું તે જતું રહેશે. ઘરે બેઠા પોતાના ટાઇમે ઓનલાઇન ઇન્ફરમેશન મળશે.
વિરાટ કોઠારી આઇટી હેડ- સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ
આલેખન- ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ સોર્સ