Income Certi Forms



આવકનું પ્રમાણપત્ર માટેના ફોર્મ

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી સ્તરેથી જ સ્થાનિક નાગરિકોને આવકનું પ્રમાણપત્ર આપવા નિર્ણય કર્યો છે. ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રી પોતાને સોંપાયેલા ગામ, સેજા કે જૂથની ગ્રામ પંચાયતમાં રહેતા પરિવારોના નાગરિકોને રૂપિયા પાંચ લાખની આવક  મર્યાદા સુધીમાં આવકનું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકશે. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારે સ્તરે જે રીતે આવકનું પ્રમાણપત્ર આપતા પૂર્વે ચેકલીસ્ટ તૈયાર થાય છે તેમ કુટુંબના સભ્યોની વિગતો, દૂધ મંડળીના પ્રમુખ કે મંત્રીનો અભિપ્રાય, જમીનની વિગતો, અરજદારનો જવાબ, સોગંદનામું, પંચનામું સહિતની વિગતો તલાટી કમ મંત્રી સ્તરેથી પણ ચકાસવાની રહેશે. આ સેવામાં પરિશિષ્ટ ૧ થી ૭ના નમુનાની નકલ, ફોર્મ ભરવા અને પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા પેટે રૂ. ૪૦/- ની ફી વસુલવામાં આવશે.
આ તમામ પરિશિષ્ટ નીચે આપ્યા છે. દરેક પરિશિષ્ટ ડાઉનલોડ કરી ભરવું જરૂરી છે.
પરિશિષ્ટ
પરિશિષ્ટની વિગત
ડાઉનલોડ લીંક
પરિશિષ્ટ ૦૧
અરજી સાથે સામેલ કરવાના પુરાવાની યાદી
પરિશિષ્ટ ૦૨
ચેક લીસ્ટ
પરિશિષ્ટ ૦૩
પ્રમાણપત્ર મેળવવાની અરજી
પરિશિષ્ટ ૦૪
કુટુંબના સભ્યોની વિગતનું પત્રક
પરિશિષ્ટ ૦૫
દૂધ મંડળીના પ્રમુખનો અભિપ્રાય
પરિશિષ્ટ ૦૬
જમીનની વિગતો દર્શાવતું પત્રક
પરિશિષ્ટ ૦૭
અરજદારનો રૂબરૂ જવાબ
પરિશિષ્ટ ૦૮
પંચનામું