Income Certi



આવકનો દાખલો ગામમાંથી મળશે
 
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક (૧) પરના ઠરાવથી ગ્રામ પંચાયત કક્ષાએથી ‘આવકનું પ્રમાણપત્ર’ આપવાનું સરકારશ્રી દ્વારા ઠરાવવામાં આવેલ છે. આ ઠરાવના અમલીકરણ અંતર્ગત આવકનું પ્રમાણપત્ર આપવા માટે તેમજ અરજદારો માટે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ બહાર પડવાનું સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતું. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ કેન્દ્રો મારફત ‘આવકનું પ્રમાણપત્ર’ ગ્રામ કક્ષાએથી આપવા માટે નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે:
૧) ગ્રામ્યકક્ષાએ તલાટી કમ મંત્રી રૂપિયા પાંચ લાખની આવક મર્યાદા સુધી જ આવકનું પ્રમાણપત્ર આપી શકશે તથા આવકનું પ્રમાણપત્ર એક વર્ષ સુધી માન્ય રહેશે.
૨) તલાટી કમ મંત્રી જે ગામ/સેજા/જુથ ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હોય તે ગામ/સેજા/જુથ ગ્રામ પંચાયતના લોકોને ‘આવકનું પ્રમાણપત્ર’ આપી શકશે.
૩) આવકના પ્રમાણપત્ર માટેનું ચેકલિસ્ટ, અરજીનો નમુનો, કુટુંબના સભ્યોની વિગત, દૂધ મંડળીના પ્રમુખ/મંત્રીનો અભિપ્રાય, જમીનની વિગતો, અરજદારનો જવાબ અને પંચનામાના નમુના આ સાથે સામેલ પરિશિષ્ટ ૧ થી ૭ મુજબનો રહેશે. જે મુજબ નિયત નમુનામાં અરજદારોએ અરજી કરવાની રહેશે.
૪) અરજદાર દ્વારા ચૂકવવાની ફી તેમજ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્વારા આ રકમની વસુલાત અને તેની આંતરિક વહેંચણી નીચે મુજબની રહેશે
સેવાની વિગત
અરજદાર દ્વારા ચૂકવવાની થતી કુલ ફી
અરજદાર દ્વારા ચુકવેલ ફી ની આંતરિક વહેંચણી
ગ્રામ કોમ્પ્યુટર સાહસિકનો ફાળો
ગ્રામ પંચાયતનો ફાળો
ઈ-ગ્રામ સેન્ટર દ્વારા પરિશિષ્ટ ૧ થી ૭ ને ડાઉનલોડ કરી તેની નકલ પૂરી પાડવી
રૂ. ૧૦/-
રૂ. ૮/-
રૂ. ૨/-
ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્વારા પરિશિષ્ટ ૧ થી ૭ મુજબનું ફોર્મ ફરી આપવું.
રૂ. ૧૦/-
રૂ. ૮/-
રૂ. ૨/-
ડીજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા કોમ્પ્યુટરાઈઝ્ડ ‘આવકનું પ્રમાણપત્ર’ પૂરું પાડવું
રૂ. ૨૦/-
રૂ. ૧૬/-
રૂ. ૪/-

આવકનો દાખલો કઢાવવાનું ફોર્મ ડાઉનલોડ કરવા ફોટો પર ક્લિક કરો