શિક્ષક મહિમા
વર્ષો પૂર્વે આચાર્ય આકૃવાલાનો એક લેખ વાંચેલો. તેમાંનું એક વિધાન “શિસ્ત,
ક્ષમા અને કલાનો ત્રિવેણીસંગમ એટલે શિક્ષક.” એક જ વર્ષમાં જેના બબ્બે પુનર્મુદ્રણ
થયા છે, એવી નાનકડી પણ મૂલ્યવાન પુસ્તિકા ‘શિક્ષક મહિમા’ ના સંપાદક અને એ વખતના
પ્રકાશક શ્રી રસિકભાઈ અમીન આ વિધાનને એક ઉત્તમ શિક્ષકરૂપે સાકાર કરતાં લાગે છે.
‘ક્ષણ ક્ષણને વાવે તે શિક્ષક’ ની
અડોઅડ ‘ઘસાઈને ઉજળા થઈએ’ ઉક્તિને પોતાના લોહીમાં લખી ચૂકેલા તેઓ શિક્ષણ સાથે
સંકળાયેલી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ બહુ રસથી કરે છે. (વ્યવસ્થિત માહિતી માટે
કેતનસરની વેબસાઈટની મુલાકાત લો) બાળકો માટે વગર લવાજમથી ચાલતા ‘બાલવિચાર’ના તેઓ
સહતંત્રી છે. મહુવા તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા પ્રગટ થતાં શૈક્ષણિક સામાયિક ‘પેરિસ્કોપ’નું
સંપાદન પણ તેઓ કરે છે. મહુવામાં પ્રતિવર્ષ કૈલાસ ગુરુકુળમાં પૂ. મોરારિબાપુની
નિશ્રામાં યોજાતા ‘અસ્મિતા પર્વ’, ‘સદ્ભાવના પર્વ’ અને ‘શિક્ષણ પર્વ’માં રસિકભાઈ
મુક સેવક તરીકે વિવિધ કામગીરી કરતાં રહે છે.
“સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે. બંનેમાં ફરક માત્ર એ છે કે શિક્ષક
શીખવાડીને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈને શીખવે છે.”
‘બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હૃદયહૃદયના વંદન તેને!’
આ જ પ્રકારના શિક્ષકો માટે મનોમંથન કરવા જેવાં સુવીચારોનો સંગ્રહ એટલે “શિક્ષક
મહિમા”. આ પુસ્તક અમને સોશિયલ મીડિયા પરથી પ્રાપ્ત થયું છે. જો કોઈ કોપીરાઇટ ઇસ્યુ
હોય તો જણાવી દેશો તો આ પુસ્તક દૂર કરી દેવામાં આવશે.
‘શિક્ષક મહિમા’ પુસ્તક ડાઉનલોડ કરવા ફોટો પર ક્લિક કરો