વાર્ષિક પરીક્ષા સમયપત્રક અને
ગાઈડલાઈન
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સમજણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરે
તે જરૂરી છે. આ પ્રકારનું જ્ઞાન વિદ્યાર્થીઓ મેળવે તો જ પાઠ્યપુસ્તકોનો હેતુ જળવાઈ
રહે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ઉચ્ચ વિચાર કૌશલ્યોના પ્રશ્નો હોવા જોઈએ. આ
બાબતને ધ્યાને લઈને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે
દ્વિતીય સત્ર પરીક્ષાના ધો. ૩ થી ૮ ના તમામ વિષયોના પ્રશ્નપત્રો જિલ્લા શિક્ષણ અને
તાલીમ ભવન મારફત આપવામાં આવશે.
પ્રશ્નપત્રોનું પ્રિન્ટીંગ પ્રતિ વર્ષની માફક જિલ્લા કક્ષાએથી જ કરવાનું
રહેશે.
· ધો. ૩ થી ૮ની પરીક્ષા સમગ્ર રાજ્યમાં ૨૬ માર્ચથી શરુ થશે.
· ૮ એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા
· છેલ્લા ત્રણ દિવસ કલા-કૌશલ્યના વિષયોની પરીક્ષા
· ધો. ૩ અને ૪માં વિદ્યાર્થીઓએ ઉત્તરો પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે.
· ઉત્તરવહીઓનું ૧૦૦% બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું રહેશે.
· ધો. ૫ અને ૮નુ પરિણામ ૧૫-એપ્રિલના રોજ
·
અન્ય ધોરણોનું પરિણામ ૧૮-એપ્રિલના
રોજ
વિગતવાર માહિતી માટે ગાંધીનગરથી પ્રકાશિત પરિપત્ર જુઓ