SSC Exam Hall Ticket
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ
માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને
જણાવવાનું કે ધો. ૧૦ની જાહેર પરીક્ષા માર્ચ મહિનામાં શરુ થનાર છે. પરીક્ષાર્થીઓના
પ્રવેશપત્ર (હોલટીકીટ) બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ
નંબર અને શાળાનો~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~નોંધાયેલ મોબાઈલ નંબર
અથવા ઈ-મેઈલ આઈ.ડી. દ્વારા લોગ-ઇન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર (હોલ ટીકીટ)
ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થી ના બોર્ડ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો / માધ્યમની
ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના
વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કા
ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીઓને
પરીક્ષા માટેની ધો. ૧૦ ની સુચના (નં. ૧ થી ૧૫) ની પ્રિન્ટ પરીક્ષાર્થી અને
આચાર્યશ્રીની સહી સાથે ફરજીયાત આપવાની રહેશે.
પ્રવેશપત્ર સાથે ઓનલાઈન મુકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર તથા સુચના
પત્ર આપ્યા બદલની સહી લેવાની રહેશે. જેની તમામ સંબધીતોને નોધ લેવા અને
સમયમર્યાદામાં જરૂરી~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~કાર્યવાહી કરવા
વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો
બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરી ની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.
ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટોલીંક પર
ક્લિક કરો