JEE Exam Pattern ChangesJEE પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આગામી એપ્રિલમાં લેવાંમાં આવનારી JEE મેઈનની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ પરીક્ષામાં તમામ પ્રશ્નો MCQ આધારિત પૂછાતા હતા પરંતુ હવે તેમાં ૫ (પાંચ) પ્રશ્નો એવા પુછાશે કે જેમનો જવાબ સંખ્યામાં આવતો હશે. અત્યાર સુધી જે પ્રશ્નો પૂછાતા હતા તેમાં સંખ્યામાં જવાબ આવતો હોય તેવા પ્રશ્નો નક્કી ન હતા.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પરંતુ હવેથી આ પરીક્ષામાં પાંચ પ્રશ્નો ફરજીયાત એવા પૂછવાનું નક્કી કરાયું છે. વિષય નિષ્ણાતોના અભિપ્રાયના આધારે પ્રશ્નપત્રમાં અને પ્રશ્નોની સંખ્યામાં ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેણે JEE એપેક્સ બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
       બી.ઈ.-બી.ટેક.માં ૩૦૦ માર્કના પેપરમાં ૭૫ પ્રશ્નો પુછાશે. જેમાં ગણિતના ૨૫ પ્રશ્નો, ફિજિક્સના ૨૫ પ્રશ્નો અને કેમેસ્ટ્રીના ૨૫ પ્રશ્નો હશે. આ ૨૫ પ્રશ્નો પૈકી ૨૦ પ્રશ્નો MCQ આધારિત પૂછવામાં આવશે જયારે ૫ પ્રશ્નો એવા હશે કે જેમનો જવાબ સંખ્યામાં આવતો હશે. MCQના~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~સાચા જવાબ માટે ૪ ગુણ આપવામાં આવશે જયારે ખોટાં જવાબ માટે ૧ ગુણ કાપી લેવામાં આવશે. જયારે સંખ્યામાં જવાબ આવતા હોય તેવા પ્રશ્નના સાચા જવાબ માટે ૪ ગુણ અપાશે પરંતુ ખોટાં જવાબ માટે કોઈ ગુણ કાપવામાં નહી આવે. જયારે બી.આર્ક.માં ૪૦૦ ગુણના પેપરમાં ૭૭ પ્રશ્નો પુછાશે. જેમાં મેથેમેટિક્સ માં ૨૫ પ્રશ્નોના ૧૦૦ ગુણ, એપ્ટિટયૂડ ટેસ્ટમાં ૫૦ પ્રશ્નોના ૨૦૦ માર્ક અને ડ્રોઈંગ ટેસ્ટમાં બે પ્રશ્નોના ૧૦૦ ગુણ હશે.
===================
   
શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત ઓફિસીઅલ માહિતી