બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
ગુજરાતમાં માર્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. જેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે તેને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ અગવડતા ના પડે તેના માટે શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે.
જો ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી રિસિપ્ટ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~ભૂલી જાય તો તેને ઓનલાઈન કાઢી આપવા સૂચના આપી દેવામાં આવી છે. કેન્દ્ગ પર જ વિદ્યાર્થીઓને ઓનલાઈન રિસિપ્ટ કાઢી અપાશે. આ નિર્ણય વિદ્યાર્થીના હિતમાં જિલ્લા શિક્ષણ વિભાગે લીધો છે.
એટલું જ નહીં વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં બૂટ, ચપ્પલ, મોજા પહેરીને નહિં જઈ શકે એટલે કે વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ બ્લોક બહાર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.
વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ઓછી કરવા માટે ધોરણ-10ના વિદ્યાર્થીઓ જો ભૂલમાં રિસિપ્ટ ભૂલી જાય તો તેને ઓનલાઈન કાઢી આપવા સૂચના આપી દેવામાં આવી છે. ઓનલાઈન હોલટિકિટ કરતા સ્થિતિ જોઈ રિસિપ્ટ કાઢી અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી 17 લાખ વિદ્યાર્થીઓ અને~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ ~અમદાવાદમાંથી 1 લાખ 96 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષાઓમાં અનેક વાર ગેરરીતિ અને કોપીકેસની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક તકેદારીનાં પગલા પણ લેવાયા છે.
જેથી આખેઆખી પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને તેથી પરીક્ષા કેન્દ્રો પર બ્લોક ની બહાર જ વિદ્યાર્થીઓએ પોતાના બુટ ચંપલ અને મોજા રાખવા પડશે. એટલે કે આ તમામ વસ્તુઓ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પહેરીને જઈ શકશે નહીં.