Lockdown Extend



લોકડાઉન અંગે અફવાનો અંત
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં 21 દિવસનુ જડબેસલાક લૉકડાઉન આપ્યુ છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને લઇને હવે સરકારે ચોખવટ કરી છે કે સરકાર પાસે લૉકડાઉનની આગળની કોઇ યોજના નથી.
છેલ્લા કેટલાક સમયથી અફવાઓ ફેલાઇ રહી હતી કે સરકારનુ લૉકડાઉન હજુ પણ આગળ વધી શકે છે. જોકે હવે આને લઇને સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ ચોખવટ કરી છે.
ભારતમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા એવા રિપોર્ટ આવી રહ્યા હતા કે સરકાર ત્રણ મહિના સુધી લોકડાઉન વધારવા પર વિચાર કરી શકે છે. જો કે સરકારના સ્પષ્ટીકરણ બાદ લોકડાઉનની તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધી 1173 દર્દી સામે આવ્યા છે જ્યારે 29 લોકોના ઘાતક બીમારીથી મોત થયા છે. રાજીવ ગાબાએ જણાવ્યુ કે, લૉકડાઉનને આગળ વધારવાની સરકારની હાલ કોઇ યોજના નથી. તેમને કહ્યું કે, સરકારની પાસે હાલ આવી કોઇ યોજના નથી. માત્ર અફવાઓ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે દેશમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ સુધી, એટલે કે 21 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. પીએમે લોકોને બીમારીથી બચવા માટે પોતાના ઘરની આગળ લક્ષ્મણ રેખા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટેંસિંગથી બીમારી રોકાશે. કેન્દ્ર સરકારે લોકડાઉનની સખ્તીથી લાગૂ કરવા માટે રાજ્યોને આદશ આપ્યો છે.
====================
ભારત સરકારનું ડીજીટલ પ્રમાણપત્ર મેળવો