Mass Promotion



તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 1થી 8 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે. હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યુ છે અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબુ ખેંચાઈ શકે છે. એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે.

● કોરોના કહેર વચ્ચે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
● વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની સરકારે કરી જાહેરાત
● 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે
● ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.
● સરકારે આ નિર્ણય લીધો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
● નવુ સત્ર એપ્રિલ માસમાં

શિક્ષણ વિભાગના 4-2-2020ના ઠરાવની જોગવાઈ પ્રમાણે નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેના બદલે અગાઉ મુજબ વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્ર શરૂ કરવાનું રહેશે.

કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે
જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી ન હોય અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય તો તે વિસ્તારના શિક્ષકોએ શાળાએ જવાની જરૂર નથી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવાનું રહેશે.

જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવી હોય તો તે કામગીરી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવા માંથી મુક્તિ આપવામાં આવે છે.

CM નિવાસસ્થાને બેઠક મળી હતી
મહત્વનું છે કે, કોરોના વાયરસના મુદ્દે CM નિવાસસ્થાને બેઠક મળી હતી. CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મામલે ચર્ચા થઇ હતી. DyCM અને ગૃહમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ હાજર રહ્યા હતા.
ઓફિશિયલ પરિપત્ર માટે ફોટો લિંક પર ક્લિક કરો