LockDown



લૉક ડાઉન એટલે શું?
કોરોના વાયરસના ફેલાતા ચેપની વચ્ચે, ભારતીય રેલ્વે મંત્રાલયે નિર્ણય લીધો છે કે 31 માર્ચ સુધીમાં દેશની તમામ ટ્રેનો રદ કરવામાં આવશે. રાજસ્થાન અને પંજાબે 31 માર્ચ સુધી સમગ્ર રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. દેશના 75 જિલ્લાઓમાં લોકડાઉન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ લોકડાઉન શું છે? આપણે છેલ્લા કેટલાક દિવસોમાં આ શબ્દ વારંવાર સાંભળ્યો છે. લોકડાઉન પછી શું થાય છે અને તેમાં સરકાર શું કરે છે? સામાન્ય લોકો માટે શું નિયંત્રણો છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબો શું છે.

લોકડાઉન શું છે?
લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે.
સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને~આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લીધી છે~બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકતા નથી.
લોકડાઉનમાં સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો સરકાર દ્વારા સૂચવવામાં આવેલી સિસ્ટમનો અમલ કરવામાં આવે. ચેપ અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવાના આવતા પગલાંઓનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર દર્દી અથવા ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવા હોય, તો પછી આવા ઈમરજન્સી કાર્યો માટે તમને ઘરની બહાર જવાની પરવાનગી છે.

શું શાકભાજી, દૂધ અને જરૂરી દુકાનો ખુલી જશે?
દૂધ, શાકભાજી, કરિયાણા અને દવાની દુકાનો લોકડાઉનની બહાર છે. પરંતુ આ દુકાનોમાં બિનજરૂરી રીતે ભીડ કરવી ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

શું લોકડાઉનમાં ATM અને પેટ્રોલ પમ્પ ખુલ્લા હોય છે?
રાજ્ય સરકારે પેટ્રોલ પમ્પ અને ATMને આવશ્યક સેવાઓની કેટેગરીમાં મૂક્યા છે. સરકાર જરૂરિયાત મુજબ પેટ્રોલ પમ્પ અને એટીએમ ખોલી શકે છે. સ્થાનિક વહીવટીતંત્રની એ જવાબદારી છે કે પેટ્રોલ પમ્પ અને એટીએમના સ્થળે વધારે ભીડ ન થાય. જો સ્થાનિક વહીવટ ઈચ્છે તો તે પેટ્રોલ પમ્પ ચાલુ અથવા બંધ પણ કરી શકે છે.

કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?
કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે. જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે. પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે.

શું ન કરવું ???

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ તેમના સંબોધનમાં કહ્યું હતું કે 22નો જનતા કર્ફ્યુ જોઇને આપણે અનુમાન કરી શકીએ છીએ કે ભારત કોરોના સામે તૈયાર છે. માનવામાં આવે છે કે દેશભરમાં જનતા~આ માહિતી કેતનસરની વેબસાઇટ પરથી લેવાઈ છે~
કર્ફ્યુ સફળ રહ્યો છે. જો દેશમાં કોરોના દર્દીઓ વધે છે અને લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય છે, તો લોકોએ કેટલીક ચીજોનું ધ્યાન રાખવું પડશે.

ઉદાહરણ તરીકે, ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમનેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં.