Bhasha Vivek Book



ભાષા વિવેક પુસ્તક
 
ભાષાનું એક કામ શબ્દો દ્વારા વિચાર કે ભાવનો સંક્રમણ કરવાનું. ભાષાવિજ્ઞાન તો આને ભાષાનો એકમાત્ર કામ ગણે છે. અલબત્ત ભાષાનું આ પ્રાથમિક કાર્ય તો છે જ. આ પ્રક્રિયા કેમ થાય છે તે વ્યાકરણ સમજાવે છે કે અક્ષર, શબ્દ, વાક્યરચના અને કાર્ય અંગેના નિયમો વ્યાકરણ દર્શાવે છે. વર્ણ અને વાક્યના સ્વરૂપનો પરિચય આપનારી શાસ્ત્ર તે વ્યાકરણ.
શ્રી કે. કા. શાસ્ત્રી કહે છે તેમ ભાષા કે બોલી ના શબ્દો પદોનું જેમાં પૃથક્કરણ સ્પષ્ટીકરણ ખુલાસો છે તે વ્યાકરણશાસ્ત્ર. પરંતુ હવે ભાષાવિજ્ઞાન વ્યાકરણને એટલું બધું મહત્વ આપતું નથી. ભાષા તો પરંપરા જીવીત છે તેમ વ્યક્તિની જેમ સદા ગતિશીલ છે અને તે જ તે વ્યક્તિ કે સમાજના સરળ કે સંકુલ વ્યવહારોની સાથે કદમ મિલાવીને પોતાના રૂપ અને ગતિ બદલે છે એના વિવેકને વિકાસ ને કોઈ ઝાડને બાંધી ન શકાય તેની ગતિ વિધિને એની ચાલ ને સમજવા પૂરતા નિયમો જરૂર વિચારી શકાય પાણીની કોઇ મિત્ર કે નહેર અને ખળખળ વહેતાં ઝરણાં નદીઓમાં જેઓ ફેર છે એવો અહીં ઘાટ છે અને છતાં તે બંને આજના સમાજજીવનમાં ના અવિભાજ્ય અંગો છે એ ભૂલી ન શકાય. સામાન્ય વ્યવહારમાં તો ભાષા સરળ સ્પષ્ટ શુદ્ધ શિષ્ટ સંસ્કારી અને સુગમ હોવી જ જોઈએ. સર્જનની સાથે ઉડતા સાહિત્યસર્જકો કે અદાલતની ઊહાપોહમાં લાગેલા તત્વોનું ટૂપણું આપનારાઓની વાત જુદી છે.
ભાષા નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત પુસ્તક