બોર્ડ ઉત્તરવહી ચકાસણી કેન્દ્રોની યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦માં યોજાયેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષાર્થીઓની ઉત્તરવહી ચકાસવાની કામગીરી જે તે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર સ્થગિત કરવામાં આવેલ હતી અને કેટલાક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર કામગીરી શરુ થવાની બાકી છે. દરેક જિલ્લામાં આવેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ શરુ કરવા અને શિક્ષકોને કોઈ તકલીફ ન પડે તેમજ KOVID-19ની પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ યોગ્ય વ્યવસ્થા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર થાય તે જોવા અને યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા કક્ષાએથી આયોજન કરવા તેમજ બોર્ડની કામગીરીમાં જિલ્લાની સહભાગિતા મેળવવા માઈક્રોસોફ્ટ ટીમ સોફ્ટવેરનો ઉપયોગ કરી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતેથી વિડીઓ કોન્ફરન્સ કરવામાં આવશે. જેની લિંક તમામને મોકલી આપવામાં આવશે. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની વિગતો ઈ-મેઈલથી મોકલી આપવામાં આવશે.
સચિવશ્રીનો ઓફિસીઅલ પત્ર
====================
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની યાદી