Adhar PAN Link



પાન-આધાર લિંક

અત્યાર સુધી આધાર સાથે 32.71 કરોડ PAN નંબર લિંક થઈ ગયા છે. સરકારના ટ્વીટ પ્રમાણે 29 જૂન સુધી 50.95 કરોડ PAN અલોટ કર્યા છે, એટલે કે હજુ સુધી 18 કરોડથી પણ વધારે PAN કાર્ડ આધારકાર્ડ સાથે લિંક થયા નથી. જો તમે હજુ સુધી તમારું PAN (પર્મન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ આધારથી લિંક નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લો. જો તમે PANને આધાર સાથે 31 માર્ચ,2021 સુધી લિંક નહીં કરાવો તો ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી શકે છે.

n શું જોગવાઈ છે?

નિયમ અંતર્ગત જો તમારું PAN નિષ્ક્રિય થઈ જાય છે અને તમે તેનો ઉપયોગ બેંક ટ્રાંઝેક્શન અથવા અન્ય જગ્યાએ કરો છો તો એવું માનવામાં આવશે કે તમે કાયદા હેઠળ PAN નથી આપ્યું,~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~આવી સ્થિતિમાં ઈન્કમ ટેક્સની કલમ 272B અંતર્ગત તમને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે. એક્ટની કલમ 139A અંતર્ગત માગવા પર પાન બતાવવું અનિવાર્ય છે. જો કે, બેંક અકાઉન્ટ ખોલાવવા અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર દંડ નહીં લાગે.

n ઘરે બેઠાં આધાર-PAN લિંક કરો:

l સૌથી પહેલાં ઇન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.

l ડાબી બાજુ લખેલા Quick links ઓપ્શનના Link Aadhaar પર ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન પર નવું પેજ ખુલશે

l તમારી સામે નવી ટેબ આવશે, તેમાં PAN નંબર, આધાર નંબર અને આધારકાર્ડનું નામ ભરી દો.

l ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડીશનને ઓકે કરીને કેપ્ચા કોડ ભરીને તમે બંનેને લિંક કરાવી શકો છો.

n એક મેસેજથી પણ આધાર-PAN લિંક કરાવી શકો છો

l માટે તમે ફોનમાં UIDPN ટાઈપ કરો. ત્યારબાદ સ્પેસ આપીને આધાર નંબર અને પેન નંબર લખો.

ઉદાહરણ તરીકે UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> લખીને 567678 કે 56161 નંબર પર મોકલી દો.

l ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગ તમારા બંને નંબરને લિંક પ્રોસેસમાં નાખશે.

n આધાર-PAN લિંક છે તે કેવી રીતે જોવું?

l સૌપ્રથમ ઇન્કમ ટેક્સની ઓફિશિયલવેબસાઈટ પર જાઓ.

l ડાબી બાજુએ Quick links ઓપ્શનના Link Aadhaar પર ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન પર નવું પેજ ખુલશે.

l હવે પેજ પર ઉપર એક હાઈપર લિંક હશે તેમાં અંગ્રેજીમાં લખ્યું હશે કે, તમે પહેલાં આધાર લિંક કરાવી ચૂક્યા છો, સ્ટેટસ જાણવા માટે અહિ ક્લિક કરો.

l ત્યારબાદ એક પેજ ખુલશે તેમાં તમે આધાર નંબર અને PAN નંબર સબમિટ કરો. ત્યારબાદ તમને આધાર-PAN લિંક સ્ટેટસની જાણકારી મળી જશે.

ઇન્કમટેક્ષની ઓફિસીઅલ વેબસાઈટ માટે ફોટોલિંક પર ક્લિક કરો


Tags: Income Tax, Adhar Card, PAN Card, Aadhar, Official, News Report, Govt. of Gujarat, Govt of India