ગુજકેટ ૨૦૨૦ હોલટીકીટ
ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે તા: 24/8/2020, સોમવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)
2020ની પરીક્ષાનું નવું એડમિશન કાર્ડ/પ્રવેશિકા/હોલ-ટિકિટ ફક્ત
ઓનલાઈન મુકવામાં આવેલ છે. જેની ગુજકેટ-2020ના તમામ ઉમેદવારોએ,વાલીઓએ
અને રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ નોંધ
લેવા વિનંતી છે.
31/3/2020 ના રોજ યોજાનાર ગુજકેટ-2020 પરીક્ષા રદ થયેલ
હતી. Covid-19 પરિસ્થિતિના કારણે
બોર્ડ દ્વારા નવેસરથી પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. અગાઉ ડાઉનલોડ
કરેલ જૂની તારીખ 31/3/2020 વાળું એડમિશન
કાર્ડ માન્ય રહેશે નહીં અને પ્રવેશ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં જેની નોંધ લેવી.
ગુજકેટ 2020 પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારે પોતાનું એડમિશનકાર્ડ
બોર્ડની વેબસાઇટ પરથી તારીખ 13/8/2020, ગુરૂવાર સાંજે 6:00 કલાકથી ડાઉનલોડ
કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2020 માટે ભરેલ
આવેદનપત્રમાં નોધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી અને જન્મતારીખ અથવા એપ્લિકેશન
નંબર દાખલ કરી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. ઉમદેવારો પોતાના નામ પરથી પણ
એડમિશન કાર્ડ સર્ચ કરીને જન્મતારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.
ગુજકેટ-2020 માટેની એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઇન માધ્યમથી મળી રહેશે. જે પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યશ્રીઓનો સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ સાથે કોઈપણ એક ફોટો આઈ.ડી. પ્રૂફ –આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે ધોરણ12ની મુખ્ય પરીક્ષાની હોલટીકીટ- સાથે લઈ જવાની રહેશે જેની ખાસ નોંધ લેવી
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટેની લિંક
અગત્યનો જોવાલાયક વિડીઓ
માત્ર અઢી પૈસામાં ગુજકેટની તૈયારી કરો
Tags : 12 Science, GujCET, 2020, Education, Govt of Gujarat, Medical, Engineering, Exam