રોજગાર સમાચાર
રાજ્ય સરકારની વિવિદ્ધ યોજનાઓ અને નીતિઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં માહિતી વિભાગ મહત્વનો ભાગ ભજવે છે. વિભાગ સામાન્ય જનતા અને સરકાર વચ્ચે સંવાદિતા સ્થાપવા સેતુરૂપ ભૂમિકા ભજવે છે, માહિતી વિભાગ એક તરફ રાજ્ય સરકારની યોજનાઓને જન જન સુધી લઇ જાય છે જેના થકી રાજ્ય સરકારની યોજનાઓના લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહે છે જ્યારે સામાન્ય જનતાના પ્રશ્નો તથા તેમના મંતવ્યો સરકાર સુધી પહોંચાડી દ્વીપક્ષિય સંવાદ સાધવામાં મદદરૂપ થાય છે.
રાજ્યની સ્થાપના થયાથી (૧લી મેં ૧૯૬૦થી) લઈને આજદિન સુધી વિભાગ તેની કામગીરી અને જવાબદારીઓનું પૂર્ણ નિષ્ઠાથી અને સફળ રીતે નિર્વહન કરી રહ્યું છે જેનો શ્રેય વિભાગના કર્મશીલ કર્મચારીઓને જાય છે.
ટેકનોલોજીમાં થઇ રહેલા અવિરત
સુધારાને લીધે સંચાર
પદ્ધતિમાં પણ ઘણા
સુધારા આવ્યા છે.
જ્યારે વર્તમાન સમયમાં
સમાચાર માધ્યામો ૨૪
કલાક કામ કરી
રહ્યા છે અને
ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો
છે ત્યારે માહિતી
ખાતા દ્વારા પણ
ડીજીટલ મીડિયા માધ્યમો
દ્વારા પ્રચાર-પ્રસારની
કામગીરી કરવામાં આવી
રહી છે. માહિતી
વિભાગ રાજ્ય સરકારની
રોજબરોજની કામગીરીની માહિતી
દુરદર્શનને પણ પૂરી
પાડે છે. વધુમાં
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં
વિભાગ દ્વારા શેરી
નાટક, ભવાઈ, પપેટ શો જેવા
પારંપરિક માધ્યમો દ્વારા
પણ પ્રચાર-પ્રસાર
કરવામાં આવે છે.
સાથે સાથે ગ્રામ્ય
વિસ્તારોમાં ભવાઈ અને
નાટક દ્વારા લોકોને
વોટીંગ મશીનનાં ઉપયોગની
જાણકારી પણ આપવામાં
આવે છે.
તા: ૧૯-૦૮-૨૦૨૦ ના રોજ પ્રસિદ્ધ થયેલ રોજગાર સમાચાર
નીચેની ફોટોલિંક પર ક્લિક કરો