Unit Test 2 HSC



દ્વિતીય એકમ કસોટી

Covid-19 મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવાથી એ સ્થિતિમાં પણ શિક્ષણ ચાલુ રહે, અભ્યાસમાં સાતત્ય જળવાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના  વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ડીડી ગિરનાર ચેનલ, વંદે ગુજરાત ચેનલ અને બોર્ડની યુ ટ્યૂબ ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાય છે તેમજ ઘણી શાળાઓના વર્ચ્યુઅલ ક્લાસરૂમ પણ ચલાવવામાં આવે છે.

સતત મૂલ્યાંકન અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા નો ભાગ છે જેના આધારે વિદ્યાર્થીની કચાશ જાણીને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થઈ શકે છે. આ એકમ કસોટી કોઈ ઔપચારિક પરીક્ષા નથી. પરંતુ સતત મૂલ્યાંકનનો ભાગ છે. આ કસોટીના પરિણામોના આધારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ પોતાના બાળકોની કચાશ જાણીને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. આ કસોટી દ્વારા ઉપચારાત્મક શિક્ષણ ઉપરાંત ‘હોમ લર્નિંગ કાર્યક્રમો’ અંતર્ગત જરૂરી ફેરફાર કરી શકાય એ પણ એક હેતુ છે.

કસોટીનો હેતુ વિદ્યાર્થીની સફળતા કે નિષ્ફળતા જાણવાનો નથી પરંતુ તેને અભ્યાસ સાથે સંલગ્ન અને સજાગ રાખવાનો હોય તેમજ સ્વઅધ્યયન પ્રત્યે પ્રેરિત કરવાનો હોય વિદ્યાર્થી ભયમુક્ત અને તનાવમુક્ત વાતાવરણમાં કસોટી આપે તે ઇચ્છનીય છે. આ અંગેની તકેદારી સાથે આયોજનબદ્ધ એકમ કસોટી નું અમલીકરણ થાય તે રીતે કાર્યવાહી કરવા વિનંતી.

પ્રાથમિક વિભાગનો પરિપત્ર અને સમય પત્રક

માધ્યમિક વિભાગનો પરિપત્ર અને સમય પત્રક

ઉચ્ચતર માધ્યમિક વિભાગનો પરિપત્ર અને સમય પત્રક


Tags : Unit Test, Ekam Kasoti, GSEB, GCERT, August Unit Test, ઓગષ્ટ એકમ કસોટી, યુનિટ ટેસ્ટ, ટેસ્ટ પેપર