વોટ્સએપ પર આવતા
મેસેજની સત્યતા ચકાસો
વ્હોટ્સએપ પર
ફોરવર્ડેડ મેસેજની સત્યતા
હવે ‘સર્ચ ધ
વેબ’ ફીચરથી તપાસી શકાશે
જાણો કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરશો
l એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે આ ફીચર લોન્ચ થયું
l ફોરવર્ડેડ મેસેજની જમણી બાજુ આપેલાં મેગ્નિફાય ગ્લાસ આઈકોન પર ટેપ કરી આ ફીચરનો ઉપયોગ કરી શકાશે
ફેક ન્યૂઝને ડામવા માટે ફાઈનલી વ્હોટ્સએપે ‘સર્ચ ધ વેબ’ ફીચર લોન્ચ કર્યું છે. એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે આ ફીચર લોન્ચ થયું છે. આ ફીચરની મદદથી વ્હોટ્સએપ યુઝર્સ ફોરવર્ડેડ મેસેજની સત્યતા જાણી શકશે.
આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
વ્હોટ્સએપમાં પહેલાંથી જ મેસેજ ફોરવર્ડેડ છે કે કેમ તે જણાવા માટે તે ડબલ એરો આઈકોન જોવા મળે છે. તેથી ફોરવર્ડેડ મેસેજને આગળ સેન્ડ કરતાં પહેલાં યુઝર્સ એક વાર વિચારી લે.
l ‘સર્ચ ધ વેબ’ ફીચરનો ઉપયોગ કરવા યુઝર્સે ફોરવર્ડેડ મેસેજની જમણી બાજુ આપેલાં મેગ્નિફાય ગ્લાસ આઈકોન પર ટેપ કરવાનું રહેશે.
l ત્યારબાદ સર્ચ વેબ પર ક્લિક કરવાનું રહેશે.
l આ ફીચર ડાયરેક્ટ વ્હોટ્સએપથી જનરેટ ન થતું હોવાથી સર્ચ વેબ પર ક્લિક કરતાં જ મોબાઈલ બ્રાઉઝરમાં મેસેજ રિલેટેડ અનેક લિંક જોઈ શકાશે.
l તેથી યુઝર ફોરવર્ડેડ મેસેજની સત્યતા નક્કી કરી શકશે.
l કોરોનાકાળમાં આ નવું ફીચર ઘણુ લાભદાયી સાબિત થશે. લોકોમાં ઓછી ગેરસમજ ઊભી થાય અને ફેક ન્યૂઝ ન ફેલાય તે માટે વ્હોટ્સએપમાં આવાં જ ફીચરની આવશ્યકતા હતી. આ અગાઉ વ્હોટ્સએપે ફેસબુકને ડામવા માટે ફોરવર્ડેડ મેસેજને ફરી આગળ ફોરવર્ડ કરવાની લિમિટ 1 યુઝર્સની જ કરી હતી. બાદમાં તેને ફરી 5 યુઝર્સની કરવામાં આવી છે.
આ ફીચર હાલ વ્હોટ્સએપે બ્રાઝિલ, ઈટાલી, આયર્લેન્ડ, મેક્સિકો, સ્પેન, ઈંગ્લેન્ડ અને અમેરિકાના યુઝર્સ માટે લોન્ચ કર્યું છે. ટૂંક સમયમાં તેને ભારત સહિત ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ સાથે વેબ વર્ઝનમાં પણ સપોર્ટ કરશે. આ અગાઉ વ્હોટ્સએપમાં એનિમેટેડ અને QR કોડ સહિત અનેક ફીચર લોન્ચ કરવામાં આવ્યાં હતાં.
Tags: Whatsapp, New Feature, Technology, Techno Touch