NTSE 2020



NTSE – 2020

રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. ૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે NCERT, ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી બે તબક્કામાં લેવાનાર છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૧૩-૧૨-૨૦૨૦, રવિવારના રોજ યોજવામાં આવશે.

આ પરીક્ષા માટેના આવેદનપત્રો તા: ૧૯-૧૦-૨૦૨૦ થી તા: ૦૩-૧૧-૨૦૨૦ દરમિયાન ઓનલાઈન માધ્યમથી ભરવામાં આવશે.

NTSE પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામના આધારે મેરીટ મુજબ રાજ્યના નિયત ક્વોટા પ્રમાણે બીજાં તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. બીજાં તબક્કાની પરીક્ષા એન.સી.ઈ.આર.ટી., ન્યુ દિલ્હી દ્વારા લેવામાં આવશે. જેના આધારે શિષ્યવૃત્તિ મળવાપત્ર ઉમેદવારોને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળશે.

ધો. ૧૧-૧૨ માં માસિક રૂ. ૧૨૫૦/- શિષ્યવૃત્તિ મળશે.

અન્ડરગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજ્યુએશન અભ્યાસ માટે માસિક રૂ. ૨૦૦૦/- શિષ્યવૃત્તિ મળશે.

Ph.D. અભ્યાસક્રમ માટે યુ.જી.સી. ના નિયમાનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

અન્ય તમામ માહિતી માટે ઓફિસીઅલ પરિપત્ર જુઓ

====================
ફોર્મ ભરવા માટે : Click Here

આ પેજ પર ટૂંક સમયમાં પાછળના વર્ષોના પ્રશ્નપત્રો અને આન્સર કી મુકીશું