First Test 2020



પ્રથમ સામાયિક કસોટી ૨૦૨૦

વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ ને કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ‘હોમ લર્નિંગ’ના અભિગમથી શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારશ્રી દ્વારા વંદે ગુજરાત ચેનલ, ડી.ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતાં હોમ લર્નિંગ કાર્યક્રમો, લાઈવ વર્ચ્યુઅલ ક્લાસરૂમ તથા દીક્ષા પોર્ટલ વગેરે માધ્યમોથી શિક્ષણ અપાઈ રહ્યું છે. જે સંદર્ભે વિદ્યાર્થીઓ કેટલું હસ્તગત કરી શક્યા તેનું મૂલ્યાંકન કરવાનું થાય છે. આ સંદર્ભે તા ૨૬-૧૦-૨૦૨૦ થી ૦૪-૧૧-૨૦૨૦ દરમ્યાન પ્રથમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની સૂચનાઓ નીચે મુજબ છે:

૦૧. પ્રથમ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જુન થી ૧૫ ઓક્ટોબર સુધીનો રહેશે.

૦૨. પ્રથમ સામાયિક પરીક્ષા માટે બોર્ડે નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ ગુણ ભારાંકને મહત્વ આપવામાં આવશે.

૦૩. પરીક્ષામાં તમામ પ્રશ્નો MCQ પ્રકારના રહેશે.

૦૪. પરીક્ષા માટેના પ્રશ્નપત્રો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આપવામાં આવશે.

૦૫. ધો. ૯ અને ધો. ૧૧ ના પ્રશ્નપત્રો ૫૦ ગુણના રહેશે.

૦૬. ધો. ૧૦ અને ધો. ૧૨ ના પ્રશ્નપત્રો ૧૦૦ ગુણના રહેશે.

૦૭. પ્રશ્નપત્રો મેઈલ દ્વારા પરીક્ષા શરુ થવાના એક કલાક પહેલાં મોકલવામાં આવશે.

૦૮. આ પરીક્ષા ઓનલાઈનના માધ્યમથી લિંક દ્વારા લેવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપી શકે તેમ ન હોય તો તેવા વિદ્યાર્થીને શાળા દ્વારા હાર્ડકોપી પહોચાડવાની રહેશે.

અન્ય માહિતી અને સમયપત્રક માટે ફોટોલિંક પર ક્લિક કરો

=========================