ધો. ૯
થી ૧૨ ઘટાડેલ અભ્યાસક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા Covid-19 પ્રવર્તમાન પરિસ્થિતિ માં શૈક્ષણિક વર્ષ 2020 21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ના દિવસો અને અભ્યાસક્રમ માં ઘટાડો કરવા અંગે જે જાહેરાત કરાઈ છે તે અંતર્ગત અલગ-અલગ ધોરણમાં અલગ અલગ વિષયોમાં કયા કયા પ્રકરણો અને કયા કયા ટોપીક પરીક્ષામાં પૂછાશે અને કયા કયા પ્રકરણ અને કયા કયા મુદ્દાઓ ને પરીક્ષામાં બાદ કરવામાં આવશે. એ માટેની વિસ્તૃત ગાઈડલાઈન શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે. ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમોમાંથી ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડેલ છે એટલે કે તે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલ છે. તેમાંથી પરીક્ષામાં પ્રશ્નો પુછવામાં આવશે નહીં. પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ આ મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આવવાનું રહેશે.
આ બાબત વર્ષ ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ માટે જ લાગુ પડશે. અભ્યાસક્રમમાં ઘટાડો કરતી વખતે લિંક પ્રકરણો કે ટોપીક રદ ન થાય તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવેલ છે.