અનલોક ગાઈડલાઈન
સમગ્ર દેશમાં Covid-19ની અસરો ધ્યાને
લેતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના
તારીખ ૩૦-૦૯-૨૦૨૦ના હુકમથી કન્ટેન્મેન્ટ ઝોનમાં તારીખ ૩૧-૧૦-૨૦૨૦ સુધી લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે. તથા કન્ટેન્ટમેન્ટ
ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ
કરવામાં આવેલ છે. જે અન્વયે ગૃહ વિભાગના તારીખ ૦૧-૧૦-૨૦૨૦ના જાહેરનામાથી વિગતવાર
સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તારીખ ૩૦-૦૯-૨૦૨૦ના
હુકમ અન્વયે સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,
ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય કોઈપણ નાના-મોટા કાર્યક્રમ સંબંધમાં રાજ્ય સરકારે
માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવાની રહે છે. જે અન્વયે પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે
તારીખ ૧૬-૧૦-૨૦૨૦થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપદ્ધતિ અપનાવવાનું નક્કી
કરેલ છે.
કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં
સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય
સમારોહ તેમજ અન્ય નાના-મોટા કાર્યક્રમનું શરતોને આધીન આયોજન કરી શકાશે. એ તમામ શરતો
જાણવા માટે રાજ્ય સરકારનું ઓફિશિયલ જાહેરનામું જોવા માટે નીચેની ફોટો લિંક પર
ક્લિક કરો:
સરકારશ્રીનું ઓફિસીઅલ જાહેરનામું