Sankat Mochan Yojana



સંકટમોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના

લાભ કોને મળી શકે ?

l ગરીબી રેખા થી ર૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે.

l મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.

l અવસાન થયાના વર્ષમાં અરજી કરવી જરૂરી.

લાભ શુ મળે ?

l મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.

અરજી ફોર્મ ક્યાથી મેળવું?

l કલેક્ટર કચેરી, મામલદાર કચેરી, જનસેવા કેન્દ્ર.

અરજી ક્યાં કરવી ?

l યોજના હેઠળ શહેરી કે ગ્રામ્ તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.

l લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્ટમાં ડી.બી.ટી. દ્રારા જમા કરાવવામાં આવે છે.

નોંધ:- યોજના હેઠળની રકમ મંજૂર કરવાની સત્તા તાલુકા મામલતદારશ્રીઓને છે.