Public Holiday 2021



વર્ષ ૨૦૨૧ જાહેર રજાઓની યાદી

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૧ ની જાહેર અને મરજિયાત રજાઓનું લીસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલ લીસ્ટ મુજબ સરકારી કર્મચારીઓની જાહેર રજાઓમાં રવિવારના કારણે 4 રજાઓ કપાઈ જશે. સરકારી કર્મચારીઓ માટે કુલ ૨૬ જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે જેમાંથી 22 રજાઓ મળશે. આ સિવાય મહાવીર જન્મ કલ્યાણક, સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ રવિવારના રોજ હોવાથી આ ચાર જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી. વર્ષ દરમિયાન કુલ ૮ રવિવાર સિવાય 44 મરજિયાત રજાઓનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મરજીયાત રજાઓમાં સરકારી કર્મચારીઓ વધુમાં વધુ બે રજાઓ ભોગવી શકે છે.

૨૦૨૧ના વર્ષમાં દિવાળીનો તહેવાર ૨૦૨૦ના વર્ષની સરખામણીએ ૧૦ દિવસ મોડો આવશે. ૨૦૨૦ના વર્ષમાં દિવાળી ૧૪મી નવેમ્બરના રોજ હતી જ્યારે ૨૦૨૧ના વર્ષે ૪થી નવેમ્બરે દિવાળી હોવાનું સરકારે જાહેર કર્યું છે. એવી જ રીતે જન્માષ્ટમી પણ ૧૮ દિવસ મોડી છે. ૨૦૨૦ના વર્ષે જન્માષ્ટમી 12 ઓગસ્ટ હતી જે ૨૦૨૧ના વર્ષમાં ૩૦ ઓગસ્ટે આવે છે. જ્યારે બકરી ઇદ ૧૦ દિવસ વહેલી હશે. ૨૦૨૦માં બકરી ઈદ ૧ ઓગસ્ટના રોજ હતી જ્યારે ૨૦૨૧ના વર્ષમાં ૨૧મી જુલાઈએ હશે.

બેંકના કર્મચારીઓને કુલ ૨૧ જાહેર રજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૫ રજા રવિવારે આવતી હોવાથી જાહેર રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી નથી. જેથી બેંકના કર્મચારીઓને કુલ ૧૬ રજાઓ ભોગવવા મળશે. બેંક કર્મીઓને પાંચમી નાતાલની રજાને જાહેર રજામાં એટલા માટે સામેલ કરવામાં આવી નથી કે આ રજા શનિવારે આવે છે અને તે ચોથો શનિવાર હોવાથી બેંકમાં આમ પણ રજા જ હોય છે.

સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રકાશિત ઓફિસીઅલ યાદી