બોર્ડ પરીક્ષા બાબતે કેન્દ્રીય શિક્ષણમંત્રીની જાહેરાત
ધોરણ દસમા અને
ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખોની વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ
રહ્યા છે. આજે સાંજે 4:00 કલાકે કેન્દ્રીય
શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલની સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે
ઓનલાઇન ચર્ચા કરી હતી. ચર્ચામાં મુખ્ય વિષય આગામી પરીક્ષાને લઇને રહ્યો હતો ત્યારે
હવે શિક્ષણમંત્રીએ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~સ્પષ્ટ કર્યું છે
કે આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી સી.બી.એસ.ઈ.ની પરીક્ષાઓ યોજાશે નહીં. કેન્દ્રીય
શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ જણાવ્યું હતું કે સી.બી.એસ.ઈ.ની પરીક્ષાઓ રદ થશે નહીં.
પરીક્ષાઓ ચોક્કસથી
યોજાશે કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા
પરીક્ષાઓ કરાવવી
ખૂબ જ જરૂરી છે.
હવે શિક્ષણ
મંત્રીએ આપેલા સંકેત પ્રમાણે જોઈએ તો આગામી વર્ષે માર્ચની શરૂઆતમાં આ પરીક્ષાઓ
યોજાઈ શકે છે જોકે સીટીએસસી પરીક્ષા 2021 ડેટશીટ/શિડયુલ
જાહેર થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. ફેબ્રુઆરી 2020 સુધી નહીં યોજાય
પરીક્ષાઓ. શિક્ષણમંત્રીએ બોર્ડ પરીક્ષા રીઝલ્ટની તારીખો પર કહ્યું હતું કે બોર્ડની
પરીક્ષાઓ જાન્યુઆરીમાં યોજાઈ શકશે નહીં પણ ફેબ્રુઆરી બાદ ક્યારે યોજવી તેના પર અમે
વિચાર કરીશું. ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં
બોર્ડની પરીક્ષા સ્થગિત રહેશે અને ત્યારબાદ તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે.
બોર્ડ પરીક્ષાઓના મોડ પર વાત કરતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સીબીએસઈની ૨૪,૦૦૦થી
વધારે સ્કૂલ ગ્રામીણ વિસ્તારોમાં છે. એટલા માટે ઓનલાઇન પરીક્ષાઓ સંભવ નથી.
શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યું હતું કે તેમને બોર્ડની પરીક્ષાને લઇને થતી મુશ્કેલીથી ગભરાવાની જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે બોર્ડની પરીક્ષા યોજાય તે~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પહેલા જલ્દી તારીખોની જાહેરાત થઇ જશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી પણ કોરોના ના કારણે આ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી.
ઓફિસીઅલ સોર્સ અને વિડીઓ : Click Here