નવું વર્ષ નવા પરિવર્તનો
1 જાન્યુઆરી 2021થી અનેક નિયમોમાં ફેરફાર આવવા જઈ રહ્યો છે જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. ચેક પેમેન્ટથી લઈને ફાસ્ટેગ, UPI પેમેન્ટ સિસ્ટમ અને GST રિટર્નના અનેક નિયમોમાં ફેરફાર આવી શકે છે.
1 જાન્યુઆરી 2021થી બદલાશે આ નિયમો
તમારા ખિસ્સા પર થશે આવી અસરો
જાણો કઈ બાબતોમાં ફેરફાર કરશે તમને અસર
ચેક પેમેન્ટ સિસ્ટમ
1 જાન્યુઆરીથી ચેક પેમેન્ટ સિસ્ટમ સાથેનો નિયમ બદલાઈ જશે. સકારાત્મક ભુગતાન વ્યવસ્થાના આધારે ચેકની મદદથી 50000 રૂપિયા કે તેનાનથી વધારે પેમેન્ટ માટે કેટલીક જાણકારીઓને ફરીથી કન્ફર્મ કરાશે. આ એકાઉન્ટ હોલ્ડર પર નક્કી કરાય છે કે આ સુવિધાનો લાભ લેવા તેઓ ઈચ્છે છે કે નહીં. ચેક જાહેર કરનારા વ્યક્તિએ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ કે એટીએમની મદદથી આપવાની રહેશે.
કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટ
ભારતીય
રિઝર્વ બેંકે કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની લિમિટ્સ
2000થી વધારીને 5000ની કરી
છે. આ 1 જાન્યુઆરી 2021થી લાગૂ
થશે. ડેબિટ અને
ક્રેડિટ કાર્ડથી 5000 રૂપિયા સુધીના
પેમેન્ટ માટે પિન
નહીં નાખવો પડે.
કાર થશે મોંઘી
ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2021થી પોતાના અનેક મોડલની કિંમતો વધારી રહી છે. ત્યારપછી કાર ખરીદવું પહેલાંની પહેલાં મોંઘું બનશે. અત્યાર સુધી મારુતિ, મહિન્દ્રા બાદ રેનો અને એમજી મોટર્સના ભાવમાં પણ વધારો કરવાનું કંપનીઓએ જાહેર કરી દીધું છે.
ફાસ્ટૈગ લગાવવાનું રહેશે જરૂરી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 1 જાન્યુઆરી 2021થી દરેક ફોર વ્હીલર પર ફાસ્ટૈગ અનિવાર્ય કર્યુ છે. તેના વિાન કોઈ પણ નેશનલ હાઈવે ટોલ પાર કરનારા વાહન ચાલકોને બમણો ચાર્જ આપવાનો રહેશે. હાલમાં દરેક ટોલ પ્લાઝજા પર 80 ટકા લાઈનો ફાસ્ટૈગ અને 20 ટકા લાઈનો કૈશમાં કામ કરી રહી છે.
લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે લગાવવાનો રહેશે શૂન્ય
જ્યારે તમે 1 જાન્યુઆરીથી લેન્ડલાઈન ફોનથી કોઈ પણ મોબાઈલ પર ફોન લગાવશો તો તમારે તેની આગળ શૂન્ય લગાવવાનું રહેશે. આ સિવાય તમે કોલ કરી શકશો નહીં.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણના બદલાશે નિયમો
SEBIએ મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડના માટે એસેટ એલોકેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમોના અનુસાર હવે ફંડ્સનો 75 ટકા ભાગ ઈક્વિટીમાં રોકવો જરૂરી છે. જે હાલમાં ન્યૂનતમ 65 ટકા છે. નવા નિયમો અનુસાર મલ્ટી કેપ ફંડ્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે, ફંડને મિડકેપ અને સ્મોલકેપમાં 25-25 ટકા રોકાણ કરાશે. 25 ટકા લાર્જ કેપમાં રોકાશે.
UPI પેમેન્ટમાં થશે ફેરફાર
1 જાન્યુઆરી 2021થી UPIની મદદથી પેમેન્ટ કરવાનું મોંઘુ બનશે. થર્ડ પાર્ટીની તરફથી ચલાવવામાં આવી રહેલા એપ્સ પર એકસ્ટ્રા ચાર્જ લગાવવાની જાહેરાત કરાઈ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની તરફથી આ નિર્ણય લેવાયો છે.
GST રિટર્નના બદલાશે નિયમો
દેશના
નાના રોજગારીઓને સરળ, ત્રૈમાસિક ગુડ્સ
એન્ડ સર્વિસિસ ટેક્સ
રિટર્ન ફાઈલિંગની સુવિધા
મળશે. નવા નિયમ
અનુસાર જે કારોબારીઓ
5 કરોડ રૂપિયાથી ઓછું
ટર્નઓવર કરે છે
તેમને દર મહિને
રિટર્ન દાખલ કરવાની
જરૂર રહેશે નહીં.
નવા નિયમ લાગૂ
થયા બાદ ટેક્સ
પેયર્સને ફક્ત 8 રિટર્ન ભરવાના
રહેશે. તેમાં 4 જીએસટીઆર 3બી અને
4 GSTR રિટર્ન ભરવાના રહેશે.
સરળ જીવન વીમા પોલિસી થશે લોન્ચ
1 જાન્યુઆરી બાદ ઓછા
પ્રીમિયમમાં વીમા ખરીદી
શકાશે. IRDAIએ દરેક
કંપનીઓને સરળ જીવન
વીમા લોન્ચ કરવાનું
કહ્યું છે. આરોગ્ય
સંજીવની નામની સ્ટેન્ડર્ડ
રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સ
પ્લાન રજૂ કર્યા
બાદ એક સ્ટાન્ડર્ડ
ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ
રજૂ કરવાના આદેશ
આપ્યા છે.
ફોનમાં વોટ્સએપ થશે બંધ
1 જાન્યુઆરીથી તમારા કેટલાક એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોન પર વોટ્સએપ બંધ થઈ જશે,કંપનીએ કહ્યું કે જે સોફ્ટવેર જૂના થઈ ગયા છે તેની પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.