પરીક્ષાઓ બાબતે મહત્વના સમાચાર
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પરોખરિયાલ નિશંકે આજે પોતાના લાઈવ સેશનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંબોધન કરતા બોર્ડ તથા યોજાનારી પરીક્ષાઓના સંબંધમાં જાણકારી આપી હતી. શિક્ષણમંત્રીએ કહ્યુ હતું કે, જો આ મહામારીની સ્થિતી કાબૂમાં નહીં આવે તો, આ વર્ષે NEET અને JEE Main 2021 પરીક્ષાઓ સ્થગિત થઈ શકે છે. તેમણે કહ્યુ હતું કે, આ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પરીક્ષાઓ વર્ષમાં બે વખત પણ આયોજીત થઈ શકે છે. જેના પર અમે વિચાર કરી રહ્યા છીએ. તેમણે વિદ્યાર્થીઓના સવાલનો જવાબ આપતા આ પ્રકારની વાત કહી હતી.
એક વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યુ હતું કે, અમે NEET, JEE પરીક્ષાને વર્ષમાં બે વખત આયોજીત કરવાનો વિચાર કરી રહ્યા છીએ અને સ્ટેકહોલ્ડર્સની સાથે વાત કરીને તેના પર જલ્દીથી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ વર્ષે અભ્યાસનો થયેલા બગાડ પર આ પરીક્ષાઓમાં 10થી 20 ટકા સિલેબસ ઓછો રાખવાની પણ માગ કરી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ પણ પરીક્ષઆઓ આયોજીત થાય તે પહેલા બોર્ડ સાથે વાત કરવાના આદેશ આપ્યા છે.
આગામી વર્ષે યોજાનારી 10માં અને 12માં ધોરણની સીબીએસઈ બોર્ડ પરીક્ષાને લઈને તૈયારીઓ કરવા માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગુરૂવારના રોજ સ્પષ્ટતા કરી છે કે, પરીક્ષાઓ માર્ચમાં જ યોજાય તેવી કંઈ ફરજિયાત નથી. વાલીઓએ તો, આ પરીક્ષાઓ મે મહિનામાં કરાવાની માગ કરી છે.
કેન્દ્રીય મંત્રી નિશંકે કહ્યુ હતું કે, વિદ્યાર્થીઓને નવી પેટર્ન પ્રમાણે પરીક્ષા આપવા માટે પુરતો સમય આપવામાં આવશે. આ પરીક્ષા માર્ચ મહિનામાં જ યોજાઈ તે જરૂરી નથી, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવશે.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ~પ્રેક્ટિકલ પરીક્ષાની એન્ટ્રેંસ પણ કોઈ એક્ઝામ તારીખ પર નહીં થાય. સીબીએસઈમાં પ્રેક્ટિકલ સ્કૂલ સ્તરે યોજાય છે. જો કોઈ એવી સ્થિતી આવશે તો, વિદ્યાર્થીઓને પ્રેક્રિટલ માટે લેબમાં જઈ શકશે નહીં. ત્યારે આવા સમયે પરીક્ષાઓ કરાવવી મુશ્કેલ છે. જેના પર અમે વિચાર કરી રહ્યા છીએ.
સ્કૂલ ખોલવા પર કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો જવાબ
સ્કૂલોને ફરી વખતે ખોલવા પર શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે, સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગે સ્કૂલોને ફરીથી ખોલવા માટે એસઓપી, દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ દિશાનિર્દેશો સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ સ્કૂલોને ફરીથી ખોલવાની અને શારીરિક, સામાજિક અંતરની સાથે શિક્ષણના અનેક પાસાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં હાલ સ્વાસ્થ્યની કેવી સ્થિતી છે, તેને ધ્યાને રાખીને આગામી નિર્ણયો લેવામાં આવશે.
વિદ્યાર્થીઓએ વેબિનારમાં સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2021, જેઇઇ મેઇન 2021 અને NEET 2021 અંગે સવાલો કર્યા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ ઘટાડવા પણ માગ કરી હતી તો કેટલાકે મંત્રીને તારીખો જાહેર કરવા જણાવ્યું હતું.
મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ પ્રધાનને જેઇઇ મેઈન 2021 અને NEET 2021 અભ્યાસક્રમ જાહેર કરવા અને પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવા જણાવ્યું હતું. એક પ્રશ્નના જવાબમાં નિશંક પોખરીયે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ લેબ-સંબંધિત કામો માટે શાળાઓમાં ન જઈ શકે, તો વ્યવહારિક પરીક્ષાઓ લેવાનું શક્ય નહીં બને. તેમણે કહ્યું કે, અમે આ અંગે ચર્ચા કરીશું.
અન્ય એક વિદ્યાર્થીએ 10-20 ટકાનો અભ્યાસક્રમ ઘટાડવાની માંગ કરી હતી, જે અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સીબીએસઇ પહેલાથી જ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી ચુક્યો છે. જો પરિસ્થિતિ યથાવત રહેશે, તો પરીક્ષાઓ મોકૂફ રાખવી પડશે, તે પછી અમે નિર્ણય લઈશું.