Utpati Ekadashi



ઉત્પતિ એકાદશી/ત્રિસ્પર્શા એકાદશી

યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્‍ણને કહ્યું : ભગવાન! પૂણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્‍પન્‍ન થઇ?  આ સંસારમાં એ શા માટે  પવિત્ર માનવામાં આવી? તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઇ?”

શ્રી કૃષ્‍ણ બોલ્‍યા, “કુન્‍તીનંદન! પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ હતો. એ કાળરુપધારી દુરાત્‍મા મહાસુરે ઇન્‍દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો અદ્દભુત, અત્‍યંત, રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા, એમને સ્‍વર્ગમાંથી હાંકી કાડવામાં આવ્‍યા હતાં. હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઇને પૃથ્‍વીપર વિચર્યા કરતાં હતાં એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્‍યાં ઇન્‍દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃંતાંત કહી સંભળાવ્‍યું. ઇન્‍દ્ર બોલ્‍યા, “મહેશ્ર્વર ! આ દેવો સ્‍વર્ગલોકથી ભ્રષ્‍ટ થઇને પૃથ્‍વી પર વિચરી રહ્યાં છે. મનુષ્‍ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ ! કોઇ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે?”

મહાદેવજીએ કહ્યું : દેવરાજ! જયાં બધાને શરણ આ,નારા, બધાની રક્ષમાં તત્‍પર રહેનારા જગતના સ્‍વામી ભગવાન ગુરુડધ્‍વજ બિરાજમાન છે, ત્‍યા જાઓ. તેઓ તમારા સૌનું કલ્‍યાણ કરશે.

કથા થોડી લાંબી હોવાથી બાકીની કથા નીચેની પીડીએફ માંથી વાંચી શકશો