SPArSH ઓનલાઈન તાલીમ

આયુષ્યમાન ભારત યોજના અન્વયે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત યુનેસ્કો અને જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ શાળાઓના તમામ શિક્ષકો માટે આરોગ્ય કાર્યક્રમ સંદર્ભે SPArSH ઓનલાઇન તાલીમનું આયોજન કરેલ છે. સદર તાલીમમાં શિક્ષકો DIKSHA પોર્ટલના માધ્યમથી જોડાઈ શકશે. કુલ ૧૧ કોર્ષના મોડ્યુલ DIKSHA પોર્ટલ પર સમયાંતરે અપલોડ કરવામાં આવશે. હાલ ત્રણ મોડયુલના કોર્ષ અપલોડ કરેલ છે.
પ્રત્યેક મોડેલમાં વિષયની પ્રસ્તાવના, વિષયને સમાવિષ્ટ માહિતી, તેને સંલગ્ન વિડીયો, સંબંધિત માહિતીનો પ્રવર્તમાન અભ્યાસક્રમનો અનુબંધ અને અંતમાં મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવેલ છે. સદર તાલીમ પૂર્ણ થયેથી તાલીમાર્થી શિક્ષકોને તાલીમ વર્ગનું પ્રમાણપત્ર દીક્ષા પોર્ટલ પરથી ઓનલાઈન મળશે.
આ તાલીમ ૪ જાન્યુઆરી, ૨૦૨૧ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં કુલ 11 મોડ્યૂલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
તારીખ |
કોર્ષનું નામ |
સમય |
ચેનલ નંબર |
૦૪-૦૧-૨૦૨૧ |
તંદુરસ્ત વૃદ્ધિ
અને વિકાસ |
સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ |
વંદે ગુજરાત ચેનલ નં – ૫ |
૦૬-૦૧-૨૦૨૧ |
ભાવનાત્મક અને
માનસિક આરોગ્ય |
||
૦૮-૦૧-૨૦૨૧ |
આંતરવૈયક્તિક
સંબંધ |
||
૧૧-૦૧-૨૦૨૧ |
મૂલ્યો અને
નાગરિકતા |
||
૧૩-૦૧-૨૦૨૧ |
જેન્ડર સમાનતા |
||
૧૬-૦૧-૨૦૨૧ |
પોષણ, આરોગ્ય
અને સ્વચ્છતા |
||
૧૮-૦૧-૨૦૨૧ |
નશીલા પદાર્થોના
દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન |
||
૨૦-૦૧-૨૦૨૧ |
આરોગ્યપ્રદ
જીવનશૈલીનો પ્રસાર |
||
૨૨-૦૧-૨૦૨૧ |
સંક્રમિત રોગો |
||
૨૫-૦૧-૨૦૨૧ |
હિંસા અને ઇજાઓ
સામે સલામતી અને સુરક્ષા |
||
૨૮-૦૧-૨૦૨૧ |
ઈન્ટરનેટ અને
સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું |
ઓફિસીઅલ પરિપત્ર જુઓ
પરિપત્રને ઝૂમ કરીને વાંચી શકશો...