Board Exam Fee 2021



બોર્ડ પરીક્ષા ફી ૨૦૨૧

ગુજરાત સરકરના શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમય પહેલાં જ ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિવિધ વિષયોની બ્લુપ્રિન્ટ, પેપર સ્ટાઈલ અને નમુના પ્રશ્નપત્રો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષા માટેની પરીક્ષા ફી ની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો ફી વધારો કરવામાં આવ્યો નથી. ગત વર્ષે જે પ્રમાણેની પરીક્ષા ફી હતી એ જ પરીક્ષા ફી આ વર્ષે પણ રાખવામાં આવી છે.

બીજી નોંધનીય બાબત એ પણ છે કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

આ યાદી લેઈટ ફી વગરની પરીક્ષા ફી દર્શાવે છે. સમયમર્યાદા વીતી ગયાં પછી આમાં લેઈટ ફી નો ઉમેરો કરવામાં આવી શકે છે.

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાઓ માટે વિષયદીઠ રૂ. ૧૧૦/- રહેશે.

ધો. ૧૦ની પરીક્ષા ફી

ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ફી