Name Caste Change Camp 2021



નામ જાતિ સુધારા કેમ્પ ૨૦૨૧

ધો. ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓના નામ, અટક, જાતિ, જન્મતારીખ, જન્મ સ્થળ, પિતાના નામમાં ફેરફાર/સુધારો કરવા અંગે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓએ કેમ્પમાં હાજર રહેવાનું રહેશે. અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓનો કોર્ટ કેસ થયેલ હોય તેમને આ કેમ્પમાં કેસો લઈને આવવું નહી. શાળાના ક્લાર્કે સ્થળે આવી કેમ્પની શાળા તરફથી નામ નોંધણી કરવામાં આવશે તે પ્રમાણે ક્રમવાર શાળાની દરખાસ્ત ચકાસણી હાથ ધરવામાં આવશે. તેથી કેમ્પ સ્થળ પર આવી નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કેમ્પની તારીખે અને આપેલ સમય પ્રમાણે ૧૬:૦૦ કલાક પછી આવેલ કોઇપણ શાળાની દરખાસ્ત કચેરીએ લેવામાં આવશે નહી. કેમ્પનો નીચે મુજબ સમય, સ્થળ અને તારીખે SVS પ્રમાણે આવવાનું રહેશે. હવે પછી કોઈપણ આયોજન કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેશો.

કેમ્પનું સ્થળ : ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કુલ, નાનપુરા, અઠવાલાઇન્સ, સુરત

તારીખ: ૧૧-૦૧-૨૦૨૦ SVS : ૧ થી ૫

તારીખ: ૧૨-૦૧-૨૦૨૦ SVS : ૬ થી ૧૪

સમય: સવારે ૧૦:૩૦ થી ૧૫:૦૦ કલાક

જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીનો પરિપત્ર