કોવીડ રસીકરણ રજીસ્ટ્રેશન
દેશમાં વધતા જતા કોરોના સંક્રમણના કહેર વચ્ચે પીએમ મોદીએ કોરોના માટેની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ ૦૧-મે થી વેક્સિન લગાવવામાં આવશે. અત્યાર સુધી દેશમાં ૪૫ વર્ષથી ઉપરના લોકોને, ડોક્ટર-નર્સ જેવાં મેડિકલ સ્ટાફને, શિક્ષકોને અને ફ્રન્ટલાઇન વોરીઅર્સને વેક્સિન અપાતી હતી. જ્યારે હવે ૧૮ વર્ષથી ઉપરના લોકોને માટે રસીકરણ શરૂ કરાશે.
18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે
કોરોના રસીકરણનો તબક્કો ૧-મે થી પ્રારંભ થશે.
18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28
એપ્રિલથી શરૂ થશે.
વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.
1) નીચે ઓફિસીઅલ વેબસાઈટની લિંક ઓપન કરી રજિસ્ટ્રેશનનો
વિકલ્પ પસંદ કરો.
2) તમારો મોબાઈલ નંબર આપીને “Get OTP” પર ક્લિક
કરો.
3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180
સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં
તમારી વિગતો ભરવાની રહેશે.
5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન
પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો
વિકલ્પ મળશે.
9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ
કરી શકો છો.
રજીસ્ટ્રેશન સમયે તમારે નીચેનામાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે:
૧) આધારકાર્ડ
૨) પાનકાર્ડ
૩) વોટર આઇડી (મતદાન ઓળખપત્ર)
૪) ડ્રાઇવિંગ લાઇસન્સ
૫) શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ
૬) પાસપોર્ટ
૭) પેન્શન દસ્તાવેજ/પેન્શન પાસબુક
રજીસ્ટ્રેશન માટે ઓફિસીઅલ એપની લિંક
(ફોટા પર ક્લિક કરો)