New Books June 2021



નવું સત્ર નવા પુસ્તકો

રાજ્યમાં જુન ૨૦૨૧ થી શરુ થતાં નવા શૈક્ષણિક સત્રથી ૧૮ વિષયના કુલ ૫૧ નવા પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ થશે. લાંબા સમયથી ધો. ૩ થી ૧૦ અને ધો. ૧૨ના પુસ્તકો બદલાયા નહી હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ૫૧ પુસ્તકો તૈયાર થઇ ગયાં બાદ પ્રિન્ટ થઇ ચુક્યા છે અને બજારમાં પહોંચી ગયાં હોવાનું જાણવા મળે છે. ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. આમ, દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

       ધો. ૯ માં ટેકનિકલ હાઇસ્કુલોમાં શરુ કરવાના થતાં નવા ૪ વોકેશનલ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી માધ્યમમાં એન્જીનીયરીંગ વર્કશોપ ટેકનોલોજી, એન્જિનીયરીંગ ડ્રોઈંગ, ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ હાર્ડવેર ટેકનોલોજી અને કમ્પ્યુટર ટેકનોલોજીના વિષયના પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે.

=========================