SSC 2021 Mass Promotion Result



ધો. ૧૦ માસ પ્રમોશનનું પરિણામ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો વધવાને કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તારીખ ૧૦-૦૫-૨૦૨૧ થી તારીખ ૨૫-૦૩-૨૦૨૧ દરમિયાન યોજાનાર હતી. તારીખ ૧૫-૦૪-૨૦૨૧ ના રોજ COVID-19 ના સંક્રમણને ધ્યાને લેતા પરીક્ષાઓ સ્થગીત રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ ૧૦ ની જાહેર પરીક્ષા માટે નીચે મુજબના નિર્ણયો જાહેર કરવામાં આવેલ હતા:

ધોરણ ૧૦ની બોર્ડ દ્વારા યોજાનાર જાહેર પરીક્ષા રદ કરવામાં આવી.

ધોરણ ૧૦ની બોર્ડની જાહેર પરીક્ષા માટે નોંધાયેલ ફક્ત નિયમિત ઉમેદવારોને મા પ્રમોશનથી ધોરણ ૧૦ પાસ જાહેર કરવા.

ધોરણ ૧૦ની બોર્ડની જાહેર પરીક્ષા માટે નોંધાયેલ રીપીટર અને અન્ય ઉમેદવારો માટે કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થયેથી બોર્ડની જાહેર પરીક્ષા યોજવામાં આવશે.

માસ પ્રમોશનના પરિણામ માટે નીચે મુજબ માર્ક્સ મુકાશે.

A. ધો. ૯ ની પ્રથમ સામાયિક કસોટીના (૫૦ માર્ક્સ) મેળવેલ ગુણને ૪૦% માં રૂપાંતરિત કરીને મેળવેલ ગુણ

B. ધો. ૯ ની દ્વિતીય સામાયિક કસોટીના (૫૦ માર્ક્સ) મેળવેલ ગુણને ૪૦% માં રૂપાંતરિત કરીને મેળવેલ ગુણ

C. ધો. ૧૦ ની પ્રથમ સામાયિક કસોટી (૮૦ ગુણ) માંથી મેળવેલ ગુણને ૩૭.૫% માં રૂપાંતરિત કરેલ ગુણ

D. ધો. ૧૦ ની એકમ કસોટી (કુલ ગુણ ૨૫) માંથી મેળવેલ ગુણને ૪૦% માં રૂપાંતરિત કરેલ ગુણ

સંપૂર્ણ પરિપત્રનો વિગતવાર અભ્યાસ કરો

SSC Result 2021, Std 10 Result, Std 10 2021 Result, Board Exam 2021 Result, Dhoran 10 Result