બોર્ડ પરીક્ષા ૨૦૨૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
ધોરણ ૧૦ – રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે અને ધોરણ ૧૨ ની પરીક્ષા ને લઈ
તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા તારીખ ૦૧-૦૭-૨૦૨૧ થી ૧૬-૦૭-૨૦૨૧ દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં
દરેક વિદ્યાર્થીને ૩૦ મિનિટનો વધુ સમય ફાળવવામાં આવશે.
રાજ્યમાં ૧૨માં ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી
વિજ્ઞાન પ્રવાહના ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના ૫.૪૩ લાખ
વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તા. ૦૧ જુલાઈથી શરુ થનાર પરીક્ષામાં ધો. ૧૦ ના લગભગ
૧ લાખ વિદ્યાર્થીઓ રીપીટર હશે.
ગુજરાત સરકાર ધો. ૧૨ ના બોર્ડની પરીક્ષા આપનાર ૧૮ વર્ષથી
વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે. અને આ
હેતુસર વેક્સીનેશન ઝુંબેશ હાથ ધરાશે.
વેક્શીનેશન ઝુંબેશ હેઠળ ધોરણ ૧૨ અને ધોરણ ૧૦ની પરીક્ષામાં
રીપીટ થનારા ૧૦ લાખ વિધાર્થીઓ પૈકી ૬ લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે,
રાજ્યમાં ૧૮ વર્ષ થી વધુ વય જૂથના તમામ વિદ્યાર્થીઓનો જિલ્લાવાર ડેટાનું એનાલીસીસ
કર્યું છે. વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને આધારે આ વિધાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકારે આ વેક્શીનેશન ઝુંબેશ હાથ ધરવા
માટે સહાય કરવા સમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે.
બોર્ડ પરીક્ષાને સંબધિત અન્ય તમામ માહિતી
બ્લુપ્રિન્ટ, મોડેલ પેપેર, વિડીઓ