ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવ્યું. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તેની કોપી પણ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની કોપી આપીને એની જાણ કરવાની રહેશે.
તમામ વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે.
વિદ્યાર્થીઓની માગણી,
માગણી જ રહી..!
કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છે અને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ. ધોરણ 10ના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓનું 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જઇ શકે છે. બોર્ડે જાહેર કરેલા આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો અને કોર બાદમાં અરજી ફગાવી દેતાં, ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ્દ કર્યો હતો.
ગ્રેડમુજબ પરિણામની આંકડાકીય માહિતી
691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
5,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો
82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો
28,690 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો
5,885 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો
28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો
શાળાઓ પરિણામ જોશે, બાદમાં વિદ્યાર્થીને જાણ કરશે