Primary Education Offline??



પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન મોડમાં?!

સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેત આપ્યા છે. અમદાવાદના NCC હેડક્વાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 'કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. જ્યાર બાદ વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. જો કે બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ શાળાઓએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણપ્રધાને જણાવ્યું.

ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી

ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 6થી 8 ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે પણ સરકાર વિચારણા કરશે. 50 ટકા કેપિસિટી સાથે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. જો કે તમને જણાવી દઇએ કે, સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

રાજ્યભરમાં આજથી ધોરણ થી 11ના વર્ગોની શાળાઓ ઓફલાઈન શરૂ

રાજ્યભરમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગોની શાળાઓ ઓફલાઈન શરૂ થઈ છે. ત્યારે અમદાવાદમાં પણ સવારથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઊઠી હતી. લાંબા સમય બાદ ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે મિત્રો પોતાના સાથી મિત્રોને મળીને ખુશ જોવા મળ્યાં હતાં. અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચે તે પહેલાં ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ સેનેટાઈઝ કરાવવામાં આવ્યાં હતાં. તો સાથે વાલીઓના સંમતિપત્રક સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. Source