ધો. ૯ થી ૧૧ પ્રત્યક્ષ શિક્ષણ
કોરોનાના કેસમાં ઘટાડો થતાં ગુજરાત સરકારની આજની કેબિનેટ બેઠકમાં સ્કૂલો શરૂ કરવાને લઈને ખાસ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
અગાઉ સરકારે 50 ટકા કેપેસિટી સાથે ધો. 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે ફરી એક વખત આજની કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિને જોતા હવે ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.
CM રૂપાણીએ પણ આપ્યું હતું નિવેદન
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.
કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન
હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રીને શિક્ષક સંઘે લખ્યો પત્ર
રાજ્યમાં ઓફલાઇન સ્કૂલ શરૂ કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પત્ર લખ્યો છે. તેમણે શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરૂ કરવા બાબતે રજૂઆત કરી છે. પ્રથમ તબક્કે 6થી 8ના ક્લાસ શરૂ કરવા બાબતે કરાઇ રજૂઆત કરી છે. ગાંધીનગરમાં શિક્ષક સંઘની મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ઓફલાઈન શિક્ષણ માટે જિલ્લા પ્રમાણે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ઓનલાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. શેરી શિક્ષણમાં બાળકોને બેઠક વ્યવસ્થામાં મુશ્કેલી બાબતે પણ રજૂઆત કરાઇ છે.
વાલીએ આપવાનું
સંમતિપત્ર : અહી ક્લિક કરી ડાઉનલોડ કરો
એક પાના પર બે
સંમતિ પત્ર : અહી ક્લિક કરી ડાઉનલોડ કરો
સંમતિપત્ર માટેની
એક્સેલ શીટ : અહી ક્લિક કરો
સરકારશ્રી દ્વારા
સૂચવવામાં આવેલ SOP (વાલીઓએ તો અવશ્ય જોવી) : ડાઉનલોડકરો