10 Board Exam Fee M22



ધો. ૧૦ બોર્ડ પરીક્ષા ફી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આયોજિત ધો. ૧૦-૧૨ ની જાહેર પરીક્ષા કે જે માર્ચ ૨૦૨૨ માં લેવાનાર છે. તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી શું રહેશે તે જાહેરાત કરી દેવામાં આવી છે. શાળાઓ તા. ૨૨-૧૧-૨૦૨૧ થી શરુ થનાર છે ત્યારે શાળાઓ ખુલતાની સાથે જ ધો. ૧૦ ના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની શરૂઆત થઇ જશે. જેના માટે પણ બોર્ડ દ્વારા પરીપત્ર પ્રકાશિત કરવામાં આવ્યો છે.

       વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. અને હાલની જે ફી છે તેમાં લેઈટ ફી નો સમાવેશ થતો નથી.

ધો. ૧૦ ના નિયમિત વિદ્યાર્થી માટે રૂ. ૩૫૫/- અને ખાનગી ઉમેદવાર માટે રૂ. ૭૩૦/- પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગનો ઓફિસીઅલ પરિપત્ર જોવા : અહી ક્લિક કરો