M22 Board Exam Fee



બોર્ડ પરીક્ષા ફી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આયોજિત ધો. ૧૦-૧૨ ની જાહેર પરીક્ષા કે જે માર્ચ ૨૦૨૨ માં લેવાનાર છે. તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી શું રહેશે તે જાહેરાત કરી દેવામાં આવી છે. શાળાઓ તા. ૨૨-૧૧-૨૦૨૧ થી શરુ થનાર છે ત્યારે શાળાઓ ખુલતાની સાથે જ ધો. ૧૦ ના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની શરૂઆત થઇ જશે. જેના માટે પણ બોર્ડ દ્વારા પરીપત્ર પ્રકાશિત કરવામાં આવ્યો છે.

       વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. અને હાલની જે ફી છે તેમાં લેઈટ ફી નો સમાવેશ થતો નથી.

ધો. ૧૦ ના નિયમિત વિદ્યાર્થી માટે રૂ. ૩૫૫/- અને ખાનગી ઉમેદવાર માટે રૂ. ૭૩૦/- પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે.

ધો. ૧૨ સામાન્ય પ્રવાહના નિયમીત વિદ્યાર્થી માટે રૂ. ૪૯૦/- અને ખાનગી વિદ્યાર્થી માટે રૂ. ૮૭૦/- તેમજ પ્રાયોગિક વિષયની વિષયદીઠ રૂ. ૧૦/- રહેશે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના નિયમિત અને રીપીટર વિદ્યાર્થી માટે રૂ. ૬૦૫/- ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષયદીઠ રૂ. ૧૧૦/- (એકસો દસ) રહેશે.

બાકી તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે નીચે જણાવેલ સંબધિત લિંક પર ક્લિક કરો.